For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહ બન્યા ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 જુલાઇ: અમિત શાહ ભાજપના નવા અધ્યક્ષ બની ગયા છે. આજે ભાજપની સંસદીય દળની બેઠકમાં તેમના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે ભાજપની બેઠકમાં રાજનાથ સિંહે અધ્યક્ષ પદેથી રાજીનામું આપીને અમિત શાહના નામની જાહેરાત કરવામાં આવી છે. રાજનાથ સિંહના ગૃહમંત્રી બન્યા બાદ જ નવા અધ્યક્ષની શોધ શરૂ થઇ ગઇ હતી. અને અંતે નરેન્દ્ર મોદીના અંગત અમિત શાહને ભાજપના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો.

દોઢ વર્ષ માટે બનશે અધ્યક્ષ!

દોઢ વર્ષ માટે બનશે અધ્યક્ષ!

તાજેતરમાં જ લોકસભાની ચૂંટણીમાં ભાજપને યૂપીમાં મળેલી ચમત્કારિક સફળતાનો શ્રેય પાર્ટી પ્રભારી રહી ચૂકેલા અમિત શાહને આપવામાં આવે છે. અમિત શાહ વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખાસ સિપાહી છે જેમણે લોકસભાની ચૂંટણીમાં યૂપીને ભગવા રંગથી રંગી નાખ્યું હતું. પાર્ટીએ પણ ઇનામ તરીકે તેમણે રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સોંપી. જો કે જેપી નેડ્ડા અને ઓ.પી.માથુર જેવા દિગ્ગજોના નામ પણ સામેલ હતા, પરંતુ જીત અમિત શાહની થઇ.

લોકસભા ચૂંટણીમાં યોગદાન

લોકસભા ચૂંટણીમાં યોગદાન

ગત બે લોકસભા ચૂંટણીમાં દસ સીટો પર અટકેલી ભાજપને યૂપીમાં આ વખતે 71 સીટો મળી છે. અમિત શાહે પોતાની સંગઠનાત્મક કુશળતાથી સુસ્ત પડેલા પાર્ટીના કાર્યકર્તાઓમાં જીવ પુર્યો. તેમણે દરેક ગામ સુધી નરેન્દ્ર મોદીની લહેર પહોંચાડી સામાજીક સમીકરણોને સ્થાપિત દિવાલોને તોડી દિધી.

સાર્વજનિક સભાઓ પર પ્રતિબંધ

સાર્વજનિક સભાઓ પર પ્રતિબંધ

જો કે બિઝનૌરની એક સભામાં ભટકાઉ ભાષણ આપવાના આરોપમાં ચૂંટણી પંચે તેમની સાર્વજનિક સભાઓ પર પ્રતિબંધ પણ લગાવ્યો, પરંતુ તેમને ટૂંક સમયમાં જ ક્લીનચિટ મળી ગઇ.

2003માં ગુજરાતના ગૃહમંત્રી બન્યા

2003માં ગુજરાતના ગૃહમંત્રી બન્યા

1964માં એક વેપારી પરિવારમાં જન્મેલા અમિત શાહે બીએસસી કર્યા બાદ થોડા દિવસો સુધી સ્ટોકબ્રોકરનું કામ પણ કર્યું છે. રાજકીય સક્રિયતાની શરૂઆત તેમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાઇને કરી હતી. અમિત શાહને 1997થી સતત પાંચ વાર ગુજરાત વિધાનસભા માટે ચૂંટવામાં આવ્યા. નરેન્દ્ર મોદીએ 2003માં અમિત શાહને ગુજરાતના ગૃહરાજ્યમંત્રી બનાવ્યા.

25 જુલાઇ 2010ના રોજ ધરપકડ

25 જુલાઇ 2010ના રોજ ધરપકડ

26 નવેમ્બર 2005ના રોજ ગાંધીનગર પાસે થયેલા સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર કેસે અમિત શાહ પર ગ્રહણ લગાવી દિધું. આ કેસમાં સીબીઆઇએ અમિત શાહ અને ગુજરાતના કેટલાક પોલીસ ઓફિસરો વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. 25 જુલાઇ 2010ના રોજ અમિત શાહ આ કેસમાં ધરપકડ કરવામાં આવી અને તેમને ત્રણ મહિના સુધી સાબરમતી જેલમાં રહેવું પડ્યું. તેમને જામીન તો મળી ગયા પરંતુ ગુજરાત જવા પર કોર્ટે પ્રતિબંધ લગાવી દિધો. સપ્ટેમ્બર 2012માં સુપ્રીમ કોર્ટે આ પાબંધી હટાવી દિધી, પરંતુ કોર્ટે કેસને મુંબઇ ટ્રાંસફર કરી દિધો. જો કે અમિત શાહ પોતાને નિર્દોષ ગણાવે છે.

English summary
The Bharatiya Janata Party's parliamentary board on Wednesday approved the elevation of Amit Shah - Prime Minister Narendra Modi's close aide and general secretary – as national president of the party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X