અમિત શાહનો શિવસેનાને સંદેશ, મહારાષ્ટ્રમાં ભાજપને બહુમત મળશે
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી ખુબ જ નજીક આવી રહી છે. અહીં 21 ઓક્ટોબરે વોટિંગ થવાનું છે અને તેનું પરિણામ 24 ઓક્ટોબરે આવશે.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી ખુબ જ નજીક આવી રહી છે. અહીં 21 ઓક્ટોબરે વોટિંગ થવાનું છે અને તેનું પરિણામ 24 ઓક્ટોબરે આવશે. ભાજપ અને શિવસેના વચ્ચે સીટોની વહેંચણી થઇ ચુકી છે. આ સીટોની વહેંચણીમાં ભાજપ મોટા ભાઈ તરીકે ઉભરી રહ્યું છે કારણકે રાજ્યની 288 સીટોમાંથી ભાજપ 164 સીટો પર ચૂંટણી લડી રહી છે, જયારે શિવસેનાના ખાતામાં ફક્ત 124 સીટો આવી છે.

અમિત શાહને પૂછવામાં આવ્યું કે રાજ્યમાં તેઓ 164 સીટો પર ચૂંટણી લડી રહી છે તો શુ તેઓ એટલી સીટો જીતી શકે છે કે તેઓ પોતાના દમ પર સરકાર બનાવી શકે? તેના જવાબમાં અમિત શાહે કહ્યું કે આવું અસંભવ નથી. અમે આવું કરી શકીયે છે. મહારાષ્ટ્રના લોકો પાર્ટી સાથે ચટ્ટાનની જેમ ઉભા છે. એટલું જ નહીં પરંતુ તેની સાથે સાથે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના એ ભેગા થઈને જે વિકાસના કામ કર્યા છે, તેના કારણે લોકો તેમને ભારે સમર્થન આપશે.
2014થી મહારાષ્ટ્રમાં ત્રણ ચૂંટણી થઈ ચૂકી છે અને હવે ચોથી થવાની છે. 2014ની સામાન્ય ચૂંટમીમાં ભાજપ અને શિવસેનાએ મહારાષ્ટ્રની 288 બેઠકોમાંથી 232 બેઠકો જીતી હતી. જ્યારે 2014ની વિધાનસભા ચૂંટણીમાં બંને બંને પક્ષો અલગ અલગ લડીને 185 બેઠકો જ જીતી શકી હતી. આ વર્ષે લોકસભા ચૂંટણીમાં બંને સાથે લડ્યા અને વિધાનસભાની 226 બેઠકો પર વિજય મેળવ્યો. કોંગ્રેસ એનસીપીના પ્રદર્શનની વાત કરીએ તો 2014ની લોકસભા ચૂંટણીમાં બંને પક્ષો રાજ્યની 42 વિધાનસભા બેઠકો પર લીડ મેળવી હતી અને આ જ વર્ષે થયેલી વિધાનસભા ચૂંટણીમાં બંને પક્ષના આંકડા સુધર્યા અને તેઓ 83 બેઠકો જીત્યા. પરંતુ 2019માં બંને પક્ષો સાથે લડ્યા અને 45 વિધાનસભા બેઠકો પર જ લીડ મેળવી શક્યા.
ફક્ત છેલ્લી 3 ચૂંટણી જ નહીં 1990થી થયેલી દરેક ચૂંટણી જોઈએ તો સ્પષ્ટ છએ કે મહારાષ્ટ્રમાં જે પણ પરિણામ આવે પરંતુ પશ્ચિમ મહારાષ્ટ્રમાં તો કોંગ્રેસ-એનસીપી ભાજપ-શિવસેનાને આકરી હરિફાઈ આપે છે. પાછલી ત્રણ ચૂંટણીમાં આ વિસ્તારમાં ભાજપના ગઠબંધને પોતાનો દબદબો બનાવવાની શરૂઆત કરી દીધી છે. અને તેની ટકાવારી સતત સુધી રહી છે. પરંતુ હજી પણ વિપક્ષના જાદુને તોડવામાં તેઓ સફળ નથી થયા.












Click it and Unblock the Notifications
