અમિત શાહે 'સ્નૂપગેટ' મુદ્દે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી
નવી દિલ્હી, 4 મે : ભાજપના મહાસચિવ અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રભારી અમિત શાહે 'સ્નૂપગેટ' કાંડ ઉપર સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું કે કેન્દ્ર સરકાર આ મુદ્દે નરેન્દ્ર મોદી સામે બદલો લેવાનો પ્રયત્ન કરી રહી છે.
આ મુદ્દે એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં શાહે જણાવ્યું કે ચૂંટણી વખતે અચાનક જાસૂસી કાંડમાં તપાસ ઝડપી કરવાનો હેતુ માત્ર એટલો જ કે કેન્દ્ર સરકાર મોદી સાથે લેવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે જાસૂસી કાંડમાં મોદીની સાથે સાથે અમિત શાહનું નામ પણ સંડોવાયેલું છે. થોડા દિવસ અગાઉજ ગૃહમંત્રી સુશીલ કુમાર શિન્દેએ કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીની મત ગણતરી પહેલાં મહિલા જાસૂસી કાંડના આરોપની તપાસ માટે એક પંચની નિયુક્તિ કરવામાં આવશે.
અમિત શાહે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી ઉપર પ્રહાર કરતાં કહ્યું કે માત્ર તે ટીવી ચેનલોના રેટિંગ વધારી શકે છે, પરંતુ ચૂંટણીમાં તેમની કોઇ અસર જોવા મળતી નથી. ઉલ્લેખનીય છે કે અમેઠીમાં પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસની પ્રચારની કમાન સંભાળેલ છે અને સતત મોદી ઉપર તેઓ પ્રહાર કરી રહ્યા છે.
ભડકાઉ ભાષણ વિશે અમિત શાહે સ્પષ્ટતા કરતાં કહ્યું કે મારો કહેવાનો મતલબ લોકોએ ખોટો નિકાડ્યો હતો મેં કોઇ ભડકાઉ ભાષણ આપ્યું નહોતું. હું માત્ર લોકોને વિકાસ માટે મત આપવાની અપીલ કરી હતી.












Click it and Unblock the Notifications
