For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહ પણ મોદી સરકારમાં મંત્રી બનશે, ગુજરાત ભાજપના અધ્યક્ષે શુભકામના પાઠવી

અમિત શાહ પણ મોદી સરકારમાં મંત્રી બનશે, ગુજરાત ભાજપના અધ્યક્ષે શુભકામના પાઠવી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અણિત શાહ મોદી કેબિનેટમાં સામેલ થશે. ગુરુવારે સાંજે તેઓ મંત્રીપદના શપથ ગ્રહણ કરશે. શાહ મંત્રી બનશે તેવો અંદાજો કેટલાય દિવસોથી લગાવવામાં આવી રહ્યો હતો. આ સસ્પેન્સ પરથી હવે ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતી વાઘાણીએ પડદો ઉઠાવી લીધો છે. જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને કહ્યું કે કેન્દ્રીય મંત્રી મંડળમાં સામેલ થવા જઈ રહ્યા છે. આ અવસર પર અમિત શાહને મળીને તેમને શુભેચ્છા પાઠવી છે.

amit shah

ગુરુવારે સાંજે નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળ શપથ ગ્રહણ કરશે. મોદી બીજીવાર દેશના પીએમ બનવા જઈ રહ્યા છે. નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગ્યે બીજીવાર પીએમ પદના શપથ લેશે. તેમની સાથે 50થી વધુ મંત્રી પણ શપથ લઈ શકે છે. ભાજપે પાછલી સરકારમાં મંત્રી રહેલ વધુપડતા સીનિયર મંત્રીઓને એકવાર ફરીથી મંત્રી બનાવવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. રાજનાથ સિંહ અને સુષ્મા સ્વરાજ ફરીથી મંત્રી બની શકે છે. જ્યારે શાહને પણ કોઈ મહત્વનું મંત્રાલય મળી શકે છે. ભાજપ સિવાય સહયોગી દળોમાંથી પણ એક-એક મંત્રી બનાવવામાં આવશે. મંત્રિઓના મંથનને લઈ ગત ત્રણ દિવસોથી અમિત શાહ અને મોદી વચ્ચે સતત બેઠકોનો સિલસિલો ચાલુ હતો.

રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે 6000 જેટલા મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. મહેમાનોમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાળ અને ભૂટાનના પ્રમુખ સામેલ હશે, આ ઉપરાંત સાંસદો અને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. જણાવી દઈે કે 2014 બાદ ફરી એકવાર ભાજપ અને તેમના સહયોગીઓને બહુમત હાંસલ થયું છે. ભાજપે એકલા હાથે જ 303 સીટ પર જીત મેળવી લીધી છે. રાજગે 353 સીટ જીતી છે. કોંગ્રેસને 52 સીટ પર જીત મળી છે.

મોદીને કેવી રીતે મળ્યું આટલું વિશાળ મૅન્ડેટ? સામે આવ્યા આંખો ખોલતા આંકડામોદીને કેવી રીતે મળ્યું આટલું વિશાળ મૅન્ડેટ? સામે આવ્યા આંખો ખોલતા આંકડા

English summary
amit shah will join modi cabinet, jitu vaghani congratulate him
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X