For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજીવ ગાંધી પુણ્યતિથિ વિશેષ: 'અમિતાભનું આખું શુટિંગ જોતાં હતા રાજીવ ગાંધી'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rajiv-amitabh
નવી દિલ્હી, 21 મે: બૉલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચન અને રાજીવ ગાંધીની મિત્રતા વિશે તમે બધા જાણો છો. રાજીવ ગાંધી અને અમિતાભ બચ્ચને બાળપણ એક સાથે વિતાવ્યું છે. બંનેની મિત્રતા ગાઢ છે. એવું કહેવામાં આવે છે કે અમિતાભની માતા તેજી બચ્ચન અને પિતા હરિવંશરાય બચ્ચન અદેશના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નહેરૂ સાથે ખાસ સબંધો હતા. આ સબંધોના કારણે અમિતાભ બચ્ચન અને રાજીવ ગાંધી વચ્ચે મિત્રતા થઇ હતી.

સાંભળવા તો ત્યાં સુધી માનવામાં આવ્યું છે કે તેજી બચ્ચન રાજીવ ગાંધીને પોતાના પુત્ર માનતા હતા. રાજીવ ગાંધી અભ્યાસ માટે ઇગ્લેંડ ગયા હતા ત્યારે ઇન્દીરા ગાંધી ઘણીવાર તેજી બચ્ચન પાસે પોતાના પુત્રના હાલચાલ લેવા આવતાં હતા. રાજીવ ગાંધી સાથે અમિતાભ બચ્ચન એટલી ગાઢ મિત્રતા હતી કે તે પોતાની માતાને ચિઠ્ઠી લખવાનું ભૂલી જતા હતા પરંતુ પોતાના મિત્રને પત્ર લખવાનું ક્યારેય ભૂલતા ન હતા.

અમિતાભ બચ્ચનના અંગત માણસોનું માનવું છે કે સુપર સ્ટારની સૌથી સારો ફોટો રાજીવ ગાંધીએ ખેંચ્યો હતો. જો કે રાજીવ ગાંધીના ગયા પછી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે બિગ બી અને તેમના પરિવારના સબંધો ઠીક રહ્યાં ન હતા. બંને પરિવારો વચ્ચે ઘણીવાર જુબાની જંગ પણ થઇ હતી, પરંતુ અમિતાભ બચ્ચન ક્યારેય તેમાં સામેલ થયા નથી.

અમિતાભ બચ્ચન અને રાજીવ ગાંધી વચ્ચે એટલી ગાઢ મિત્રતા હતી કે જ્યારે અમિતાભ બચ્ચને એક એક્ટર તરીકે કામ શરૂ કર્યું ત્યારે ઘણીવાર રાજીવ ગાંધી તેમને મળવા માટે ફિલ સેટ પર પહોંચી જતા હતા. જ્યારે એક શોટ પુરો થતો ત્યાં સુધી અમિતાભ બચ્ચનની રાહ જોઇને બેસી રહેતાં તેમને શૂટિંગ દરમિયાન ક્યારેય ડિર્સ્ટબ કરતા ન હતા.

English summary
Former Prime Minister Rajiv Gandhi's 22nd death anniversary Special : Amitabh Bachchan and Rajiv Gandhi Friendship story.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X