ગોવામાં મજૂરી કરે છે, સચિન અને ઓસી. ક્રિકેટર રિકી પોન્ટિંગ!

નવી દિલ્હી, 27 એપ્રિલઃ દેશના મહાન ક્રિકેટ ખેલાડી ભારત રત્ન સચિન તેંડુલકર ગોવા સરકારના દસ્તાવેજો અનુસાર મનરેગાથી લાભાન્વિત એક મજૂર છે. એક બિનસરકારી સંગઠને તેનો ખુલાસો કર્યો છે. એટલું જ નહીં તેમના બન્ને બાળકો અને પત્નીઓ પણ આ દસ્તાવેજમાં મજૂરોના રૂપમાં નોંધવામાં આવ્યા છે. ગોવા પરિવર્તન મંચે શનિવારે મનરેગા યોજના હેઠળ કરવામાં આવેલા એક ગોટાળાનો પર્દાફાશ કર્યાનો દાવો કર્યો છે. સંગઠનનો દાવો છે કે અધિકારીઓ અને નેતાઓના રાજ્યમાં મનરેગા હેઠળ નકલી મજૂરોના નામોની યાદી બનાવીને તેમને મળતી મજૂરીના રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

sachin-ponting
સંગઠનના પ્રવક્તા યાતિશ નાઇકએ એક પત્રકાર સંમેલનમાં કહ્યું કે, અમે ચિંબલ મિલન બસ્તીમાં મનરેગા હેઠળ કાર્યોની તપાસની માંગ કરી છે. તેનો ખુલાસો થવો જોઇએ કે આ નકલી નામોની યાદી કેવી રીતે તૈયાર કરવામાં આવી અને તેમના નામો પર આ રૂપિયા કોના ખિસ્સામાં જઇ રહ્યાં છે. ચિંબલ પણજીના બહારના વિસ્તારમાં સ્થિત એક મલિન બસ્તી છે, અને તેંડુલકરને તિસવાદી ઉપમંડલથી આવેદકના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. રજીસ્ટરમાં તેમનો આવેદન ક્રમ સંખ્યા 374 છે અને આ મહાન ક્રિકેટ ખેલાડીની પંજીકરણ સંખ્યા ડ-01-001-028-001/10063-ઉ છે.

આ યાદીમાં માત્ર સચિન તેંડુલકરનું જ નામ નથી, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની કપિલ દેવ, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડના નામ પણ છે. એટલું જ નહીં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો પૂર્વ ખેલાડી રિકી પોન્ટિંગનું નામ પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. તેમજ અમિતાભ બચ્ચન, પરેશ રાવલ અને ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકરનું નામ પણ આ યાદીમાં સામેલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X