ખાલિસ્તાની અમૃતપાલે વીડિયો સંદેશ જારી કર્યો, જાણો વીડિયોમાં શું કહ્યું?

પંજાબ પોલીસને ચકમો આપીને ફરાર થયેલા ખાલિસ્તાન સમર્થક અમૃતપાલને શોધવા માટે પોલીસે કવાયત તેજ કરી છે ત્યારે હવે તેનો એક વીડિયો સામે આવ્યો છે. અમૃતપાલે આ વીડિયો ફેસબૂક પર શેર કર્યો છે. વીડિયોમાં અમૃતપાલ સિંહે કહ્યું કે, 18 માર્ચ પછી હું પહેલીવાર સામે આવી રહ્યો છે. જો સરકાર ધરપકડ કરવા માંગતી હોત તો ઘરેથી ધરપકડ કરી શકી હોત. પરંતુ સાચા પાતશાહે તેને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યો છે. અમૃતપાલે કહ્યું કે, તે બિલકુલ ઠીક છે. સરકારે મજબુત લોકોને જેલમાં ધકેલી દીધા છે.
12 દિવસથી ફરાર ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ ગમે ત્યારે સરેન્ડર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દમદમા સાહિબમાં અમૃતપાલ સિંહના આત્મસમર્પણની અટકળો ચાલી રહી છે. આ સમાચાર બાદ પંજાબ પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને સુવર્ણ મંદિરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અકાલ તખ્તના જતેદાર પણ અમૃતપાલ સાથે જઈ શકે છે.
અત્યારસુધીમાં પોલીસે અમૃતપાલના બે સહયોગીઓની પૂછપરછ કરી છે અને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ બંને હોશિયારપુરમાં અમૃતપાલ સિંહની કાર સાથે ચાલી રહ્યા હતા. અમૃતપાલ છેલ્લે હોથિયારપુરમાં જોવા મળ્યો ત્યારે તે ઇનોવા કારમાં સવાર હતો. પોલીસ તેની ધરપકડ કરે ત્યાં સુધીમાં તે કારમાંથી બહાર નીકળી ગયો હતો.
ભાગેડુ અમૃતપાલના સરેન્ડરની અટકળો ચાલી રહી છે. હવે આ નવો વીડિયો જાહેર કર્યો છે. અમૃતપાલ સિંહે અકાલ તખ્તના જથેદારને બૈસાખીના અવસર પર સર્બદ ખાલસાનું આયોજન કરવાની અપીલ કરી છે. આ સાથે અમૃતપાલે કહ્યું કે, પંજાબના તમામ શીખ સંગઠનોએ આમાં ભાગ લેવો જોઈએ અને પંજાબને બચાવવાના મુદ્દા પર ચર્ચા કરવી જોઈએ.
મળી રહેલી વિગતો અનુસાર, અમૃતપાલ 21 માર્ચે રમેશ પાર્ક વિસ્તારમાં એક મહિલાના ઘરે રોકાયો હતો. આ મહિલા પપ્પલપ્રીતની જાણકાર છે. અમૃતપાલ સાથે તેની પ્રથમ મુલાકાત ખેડૂત આંદોલન દરમિયાન થઈ હતી. બીજી તરફ સુરક્ષા એજન્સીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ અમૃતપાલ સિંહ અકાલ તખ્તમાં આત્મસમર્પણ કરવા માંગતો હતો. પરંતુ જ્યારે પોલીસે તેને હોશિયારપુરમાં ઘેરી લીધો ત્યારે અમૃતપાલ કાર છોડીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો.












Click it and Unblock the Notifications
