For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમૃતસર ટ્રેન દૂર્ઘટનાઃ ઘાયલોને મળ્યા સીએમ અમરિંદર સિંહ, મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ઘાયલોની સ્થિતિ જાણવા માટે અમૃતસર પહોંચ્યા છે. ઘાયલોની મુલાકાત બાદ તેમણે કહ્યુ કે દૂર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

પંજાબના અમૃતસરમાં બનેલ ભીષણ દૂર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યુ છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 61 લોકોના મૃત્યુ નીપજ્યા છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ઘાયલોની સ્થિતિ જાણવા માટે અમૃતસર પહોંચ્યા છે. ઘાયલોની મુલાકાત બાદ તેમણે કહ્યુ કે દૂર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. ચાર સપ્તાહમાં રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યુ છે. તેમણે કહ્યુ છે કે આ બહુ મોટી દૂર્ઘટના છે. હું આનાથી ખૂબ જ દુઃખી છુ. જો કે આ આરોપ-પ્રત્યારોપનો સમય નથી. બધાએ મળીને પીડિત પરિવાર સાથે ઉભા રહેવાની જરૂર છે.

આ પણ વાંચોઃ આપવીતીઃ ચારેતરફ ચીસાચીસ, ચીથરોઓમાં શોધી રહ્યા હતા પોતાના પરિવારને લોકોઆ પણ વાંચોઃ આપવીતીઃ ચારેતરફ ચીસાચીસ, ચીથરોઓમાં શોધી રહ્યા હતા પોતાના પરિવારને લોકો

દૂર્ઘટનામાં ઘાયલ લોકોને મળવા પહોંચ્યા પંજાબના સીએમ

દૂર્ઘટનામાં ઘાયલ લોકોને મળવા પહોંચ્યા પંજાબના સીએમ

અમૃતસર દૂર્ઘટના પર પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યુ કે મોટાભાગના શબોની ઓળખ થઈ ચૂકી છે. માત્ર 9 શબોની ઓળખ થઈ શકી નથી. તેમણે કહ્યુ કે આ ખૂબ જ દુઃખદ દૂર્ઘટના છે. પીડિત પરિવારો સાથે મારી સંવેદના છે. સમગ્ર દેશ પીડિત પરિવાર સાથે ઉભો છે. તેમણે કહ્યુ કે દૂર્ઘટનની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ચાર સપ્તાહમાં રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યુ છે.

16 કલાક બાદ આવવા પર શું કહ્યુ અમરિંદર સિંહે

16 કલાક બાદ આવવા પર શું કહ્યુ અમરિંદર સિંહે

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યુ કે મારે કાલે (શુક્રવારે) ઈઝરાયેલ માટે રવાના થવાનું હતુ. એટલા માટે હું દિલ્હી એરપોર્ટ પર હતો. મને એરપોર્ટ પર જ દૂર્ઘટનાની જાણકારી મળી હતી. દૂર્ઘટનાની જાણકારી મળતાં જ હું દિલ્હી એરપોર્ટથી પાછો આવ્યો છુ. ઘાયલોની સ્થિતિ જાણવા અને દૂર્ઘટનાવાળી જગ્યાએ 16 કલાક બાદ આવવા અંગે જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યુ કે જો દરેક વીઆઈપી ઘટના સ્થળે પહોંચશે તો કામ કઈ રીતે થશે. તેમણે જણાવ્યુ કે સરકાર અને પ્રશાસન આખી રાત કામ પર લાગેલુ રહ્યુ.

અમરિંદર બોલ્યા - દૂર્ઘટના પર આરોપ-પ્રત્યારોપનો સમય નથી

અમરિંદર બોલ્યા - દૂર્ઘટના પર આરોપ-પ્રત્યારોપનો સમય નથી

અમરિંદર સિંહે કહ્યુ કે દૂર્ઘટના પર આરોપ-પ્રત્યારોપનો સમય નથી. બધા પક્ષોએ આ મુદ્દે એક થવાની જરૂર છે. તેમણે કહ્યુ કે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ જવાબદારી નક્કી થશે. વળી, સીએમ અમરિંદર સિંહની પ્રેસમાં હોબાળાની સ્થિતિ જોવા મળી. ત્યારબાદ સીએમે કહ્યુ બૂમો પાડવાની જરૂર નથી.

અમૃતસરમાં દૂર્ઘટનાવાળી જગ્યા પર પણ ગયા સીએમ અમરિંદર

અમૃતસરમાં દૂર્ઘટનાવાળી જગ્યા પર પણ ગયા સીએમ અમરિંદર

ઘાયલોની મુલાકાત બાદ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ દૂર્ઘટનાવાળી જગ્યાએ પણ ગયા. આ દરમિયાન અમૃતસર ટ્રેન દૂર્ઘટનાના પીડિતોને વળતર માટે 3 કરોડ રૂપિયા પંજાબ સરકારે જાહેર કર્યા છે. પંજાબ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે મૃતકોના પરિજનોને 5 લાખના વળતરનું એલાન કર્યુ છે.

આ પણ વાંચોઃ 60 લોકોને મોતન ઘાટ ઉતારનાર ટ્રેનના ડ્રાઈવરે બચાવમાં જાણો શું કહ્યું?આ પણ વાંચોઃ 60 લોકોને મોતન ઘાટ ઉતારનાર ટ્રેનના ડ્રાઈવરે બચાવમાં જાણો શું કહ્યું?

English summary
Amritsar Train Accident: Punjab CM Capt Amarinder Singh says tragic tragedy ordered magisterial inquiry submit report in 4 weeks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X