For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સામાન્ય માણસને મોંઘવારીનો માર, અમુલે દુધના ભાવમાં 2 રૂપિયાનો કર્યો વધારો

તહેવારોની સિઝનમાં સામાન્ય માણસ પર વધુ એક ભાવ વધારો ઝિંકવામાં આવ્યો છે. હવે અમુલે પોતાના દુધના ભાવમાં વધારો કર્યો છે. અમુલે દુધના ભાવમમાં પ્રતિ કીલો 2 રૂપિયાનો વધારો કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર આ ભાવ વધારો ગુજરાતમાં

|
Google Oneindia Gujarati News

તહેવારોની સિઝનમાં સામાન્ય માણસ પર વધુ એક ભાવ વધારો ઝિંકવામાં આવ્યો છે. હવે અમુલે પોતાના દુધના ભાવમાં વધારો કર્યો છે. અમુલે દુધના ભાવમમાં પ્રતિ કીલો 2 રૂપિયાનો વધારો કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર આ ભાવ વધારો ગુજરાતમાં લાગુ થશે નહી. ગુજરાત બહાર તમામ રાજ્યોમાં આ ભાવ વધારો લાગુ કરવામાં આવશે.

Amul

તમને જણાવી દઈએ કે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ અમૂલ બ્રાન્ડ હેઠળ તેના દૂધના ઉત્પાદનોનું વેચાણ કરે છે. વધેલા ભાવ બાદ હવે અમૂલનું એક લિટર દૂધનું પેકેટ રૂ. 63માં ઉપલબ્ધ થશે, જેની કિંમત અગાઉ રૂ. 61 હતી. અમૂલ અને મધર ડેરીએ અગાઉ ઓગસ્ટ મહિનામાં જ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કર્યો હતો. બંને કંપનીઓએ કહ્યું કે તેઓ ખર્ચમાં વધારાને કારણે દૂધના ભાવમાં વધારો કરી રહી છે. અગાઉ માર્ચ મહિનામાં પણ બંને કંપનીઓએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. તહેવારોની સિઝનમાં ભાવમાં વધારો સામાન્ય માણસના ખિસ્સા પર મોટો બોજ ગણાવાઇ રહ્યો છે.

આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે અમૂલને અન્ય પાંચ સહકારી મંડળીઓ સાથે મર્જ કરીને મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી બનાવવામાં આવશે.

English summary
Amul has increased the price of milk
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X