For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુલાઇથી અમૂલ દૂધના ભાવોમાં રૂપિયા 2નો વધારો થશે

|
Google Oneindia Gujarati News

amul-milk
આણંદ, 22 જૂન : ટેસ્ટ ઓફ ઇન્ડિયા અમૂલ આગામી પહેલી જુલાઇથી દૂધના ભાવોમાં ફરી વાર વધારો કરવા જઇ રહ્યું છે. પહેલી જુલાઇથી અમૂલના દરેક પ્રકારના દૂધમાં રૂપિયા 2નો વધારો થવાનો છે. નોંધનીય છે કે ઓક્ટોબર 2012 બાદ પ્રથમ વાર આ વધારો થઈ રહ્યો છે.

ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશને પાછલી પહેલી મેએ દિલ્હીમાં અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. આ અગાઉ મુંબઈમાં પણ વધારો ઝીંક્યો હતો. ડીઝલના ભાવમાં વધારો થતાં તથા પશુપાલકોની ખરીદ પડતરના ભાવમાં રાજ્યના વિવિધ જિલ્લા સંઘોએ કિલો ફેટ દીઠ રૂપિયા 10થી 20 સુધીનો વધારો કરાતાં દૂધની ખરીદ પડતર ઊંચી આવતાં જિલ્લા સંઘોએ ફેડરેશન ઉપર પ્રેશર વધારતાં ફેડરેશને આગામી પહેલી જુલાઈથી બે રૂપિયા સુધીનો ભાવવધારો કરવાનો નિર્ણય કર્યો છે.

ફેડરેશનનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ આગામી પહેલી જુલાઈથી અમૂલ ગોલ્ડના ભાવમાં લિટરે રૂપિયા બે, અમૂલ શક્તિના ભાવમાં બે રૂપિયા, જ્યારે અમૂલ તાજા અને સ્લિમ એન્ડ ટ્રિમના ભાવમાં બે રૂપિયા સુધીનો વધારો ઝીંકાય તેવી શક્યતા છે.

રાજ્યના જિલ્લા સંઘોના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે પાછલા પાંચ મહિનામાં ડીઝલના ભાવમાં સાત ટકા સુધીનો વધારો થયો છે તેના કારણે પરિવહન ખર્ચમાં સાતથી દશ ટકા સુધીનો વધારો થયો છે એટલું જ નહીં પાછલા નવ મહિનામાં ખાણદાણના ભાવમાં 12થી 15 ટકા સુધીનો વધારો નોંધાયો છે તેના પગલે દૂધના ભાવમાં વધારો કરવો આવશ્યક બન્યો હતો.

આ અગાઉ પાછલા વર્ષે દૂધના પાઉડરનો એક લાખ ટન કરતાં પણ વધુ જથ્થો હોવાને કારણે દૂધની સરપ્લસ જાળવવામાં મુશ્કેલી પડતી ન હતી, પરંતુ સરકારે દૂધની કેટલીક પ્રોડક્ટ્સની નિકાસબંધી ઉઠાવતાં પાઉડરની ડિમાન્ડ વધવાના કારણે દૂધની આવકમાં પાછલા બે-ત્રણ મહિનામાં બેથી પાંચ ટકા સુધીની ઘટ પડેલી જોવા મળી હતી.

English summary
Amul milk prices rise by two rupee in July
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X