સંગમ તટ પર બ્રહ્મા, વિષ્ણુ, મહેશના અવતારમાં મોદી!
લખનઉ, 16 સપ્ટેમ્બર : ભારતીય જનતા પાર્ટીના પ્રદાનમંત્રી પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના 63માં જન્મદિવસના એક દિવસ પહેલા અલ્હાબાદના એક યુવાન શિલ્પકારે સોમવારે સંગમ તટ પર મોદીની રેતી દ્વારા કલાકૃતિ બનાવીને તેમને શુભેચ્છા પાઠવી હતી. શિલ્પકારે મોદીને ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રૂપમાં રજૂ કરીને 'આજના લૌહપુરુષ' ગણાવ્યા છે.
અલ્હાબાદના યુવાન શિલ્પકાર રાજ કપૂર ચિતેરાએ સંગમ તટ પર મોદીની લગભગ 12 ફૂટ ઉંચી રેતની એક કલાકૃતિ બનાવી છે, જેમાં તેમના ત્રણ માથા છે. મૂર્તિમાં મોદીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું કે જે રીતે મોદીએ તમામ પડકારોનો સામનો કરીને ગુજરાતનો વિકાસ કરી તેને દેશનું નંબર વન રાજ્ય બનાવ્યું છે. તેનાથી દેશના યુવાનોને આશા બંધાઇ છે કે મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ ભારતને પણ ઊંચાઇયો પર લઇ જશે. તેઓ સાચા અર્થમાં આજના લૌહપુરુષ છે.
ચિતેરાને 12 ફૂટ ઉંચી અને લગભગ પાંચ ફૂટ પહોળી મોદીની કલાકૃતિ બનાવવામાં લગભગ પાંચ કલાકનો સમય લાગ્યો. આ દરમિયાન અત્રે શહેરના તમામ યુવાનો એકઠા થયા હતા. આ તમામે મોદીના દીર્ઘાયુની કામના કરી.












Click it and Unblock the Notifications
