આનંદીબેન પટેલે લીધા યુપીના રાજ્યપાલ પદના શપથ, રામ નાઈકે તોડી વર્ષો જૂની પરંપરા
આનંદીબેન પટેલે સોમવારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે શપથ લીધા. લખનઉ રાજભવનના ગાંધી સભાગારમાં આનંદીબેનને પદ તેમજ ગોપનીયતાના શપથ અપાવ્યા.
આનંદીબેન પટેલે સોમવારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે શપથ લીધા. લખનઉ રાજભવનના ગાંધી સભાગારમાં આનંદીબેનને અલાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ગોવિંદ માથુરે પદ તેમજ ગોપનીયતાના શપથ અપાવ્યા. શપથ ગ્રહણ સમારંભમાં રાજ્યના ગવર્નર રામ નાઈક, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઘણા બીજા નેતા પણ હાજર રહ્યા.

આનંદીબેન પટેલ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બનતા પહેલા તે મધ્યપ્રદેશના રાજ્યપાલ હતા. જાન્યુઆરી 2018માં તેમને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. હવે તેમને ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યા છે.
સરોજિની નાયડુ યુપી બાદ આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના બીજા મહિલા ગવર્નર છે. 1947માં જ્યારે સરોજિની નાયડુ રાજ્યપાલ બન્યા હતા તો ઉત્તર પ્રદેશનું નામ યુનાઈટેડ પ્રોવિન્સ હતુ. તે આ પદ પર 2 માર્ચ 1949 સુધી રહ્યા. એવામાં જોવા જઈએ તો બંધારણ લાગુ થયા બાદ આનંદીબેન પટેલ યુપીના મહિલા રાજ્યપાલ છે.
20 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરાયેલ આદેશ મુજબ યુપી એને બિહાર સહિત છ રાજ્યોમા નવા રાજ્યપાલોની નિયુક્તિ કરવામાં આવી છે. આમાં મધ્ય પ્રદેશના રાજ્યપાલ રહેલા આનંદીબેન પટેલને યુપીના રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી છે.
રામ નાઈક બોલ્યા - મને 7 દિવસનું બોનસ મળ્યુ
નાઈકનો રાજ્યપાલ તરીકે કાર્યકાળ 22 જુલાઈના રોજ ખતમ થઈ ગયો હતો. આ વિશે ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ રામ નાઈકે રવિવારે કહ્યુ કે મને પદ પર રહેવા માટે 7 દિવસનું બોનસ મળ્યુ. હું આનંદીબેન પટેલનું સ્વાગત કરીને અહીંથી જઈશ. ત્યારબાદ તો સોમવારે આનંદીપબેન પટેલના શપથગ્રહણમાં શામેલ થયા. એવો રિવાજ રહ્યો છેકે રાજ્યપાલ નવા રાજ્યપાલા શપથ લેતા પહેલા જ રાજભવનથી જતા રહે છે પરંતુ રામ નાઈકે આ પરંપરા તોડીને એક નવા રિવાજનો પાયો નાખ્યો.












Click it and Unblock the Notifications
