અવિશ્વાસ પ્રસ્તાવના પરાજય પર ચંદ્રાબાબુ નાયડુ: ‘પીએમ અહંકારથી ભરેલા'
સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવના પરાજય બાદ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુને ગુસ્સો આવવો સામાન્ય છે. અવિશ્વાસ પ્રસ્તાવના પરિણામ આવ્યા બાદ તેમણે પ્રધાનમંત્રી પર તેનો ગુસ્સો ઉતાર્યો.
સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવના પરાજય બાદ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુને ગુસ્સો આવવો સામાન્ય છે. અવિશ્વાસ પ્રસ્તાવના પરિણામ આવ્યા બાદ તેમણે પ્રધાનમંત્રી પર તેનો ગુસ્સો ઉતાર્યો અને તેમની ટીકા કરી. તેમણે પીએમની ટીકા કરતા કહ્યુ કે તે સત્તાના અહંકારથી ભરેલા છે.

પત્રકારો સાથે વાત કરતા ચંદ્રાબાબુ નાયડુએ કહ્યુ કે પ્રધાનમંત્રી સત્તાના અહંકારથી ભરેલા છે. તેમણે આંધ્રપ્રદેશ અને તેની જનતાની મજાક ઉડાવી છે. તેમણે પીએમ પર વચન તોડવાનો આરોપ લગાવ્યો અને કહ્યુ કે આંધ્રપ્રદેશના પાંચ કરોડ જનતાને અપેક્ષા હતી કે કેન્દ્રની સરકારનો પસ્તાવો થશે. તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રી અહંકારી છે. તેમણે સંસદમાં પોતાના ભાષણ દ્વારા સત્તાનો અહંકાર બતાવ્યો છે તેમણે પીએમ પર ઘટતી વાત કરવાનો આરોપ લગાવતા કહ્યુ કે પીએમે પોતાની વાતોથી આંધ્રપ્રદેશની જનતાનો ઉપહાસ કર્યો છે.












Click it and Unblock the Notifications
