For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉગ્ર શિવ સેનાનું નરમ વલણ ; શિવાજી પાર્કમાં સ્મારકનો દાવો જતો કર્યો

|
Google Oneindia Gujarati News

bal-thackeray-uddhav-thackeray
મુંબઇ, 13 ડિસેમ્બર : મુંબઇના શિવાજી પાર્ક ખાતે શિવ સેનાના સુપ્રીમો સ્વ. બાલ ઠાકરેનું સ્મારક દૂર કરવાની સરકારની નોટિસથી ઉગ્ર બનેલી શિવસેનાએ હવે નરમ વલણ દાખવ્યું છે. મીડિયા અહેવાલોની વાત માનવામાં આવે તો હવે શિવ સેના ઠંડી પડી છે. શિવ સેનાએ સરકારને જણાવ્યું છે કે જો સરકાર મુંબઇમાં વૈકલ્પિક જમીન પૂરી પાડશે તો શિવાજી પાર્ક ખાતે 'શિવ તિર્થ' બનાવવાની લડતનો અંત લાવવા માટે તૈયાર છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના મુમખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે શિવસેનાના આગેવાન અને સ્વ. બાલ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરે સાથે શિવાજી પાર્ક ખાતે સ્મારક બનાવવાના મુદ્દે લાંબી ચર્ચા કરી હતી.

હવે, મહારાષ્ટ્ર સરકાર મુંબઇની મધ્યમાં બાલ ઠાકરે માટેનું સ્મારક તૈયાર કરવા માટે જમીન આપવા તૈયાર થઇ છે. આ મુદ્દે મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓ જણાવે છે કે આ મુદ્દાનો સકારાત્મક રીતે અંત આવ્યો તે સારું છે. જો આમ ના થયું હોત તો શિવાજી પાર્કના મુદ્દાને કારણે કાયદાકીય અને પ્રશાસનિક સમસ્યાઓ ઉભી થઇ હોત.

આ મામલાએ સોમવારે રાત્રે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં શિવ સેનાના કેટલાક કાર્યકરોએ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્લી વિસ્તારની ઓફિસમાં તોડફોડ કરી હતી.

English summary
Now Angry Shiv Sena mellows down; gives up claim on Shivaji Park.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X