પેગાસસ પર થયો નવો ખુલાસો,

પેગાસસ જાસૂસી કેસની ચર્ચા હાલ સમગ્ર દેશમાં ચાલી છે. આ વચ્ચે ગુરુવારના રોજ સામે આવ્યું કે, ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને NDA ગ્રુપના વરિષ્ઠ અધિકારીના ફોન હેક થયાની આશંકા છે.

નવી દિલ્હી : પેગાસસ જાસૂસી કેસની ચર્ચા હાલ સમગ્ર દેશમાં ચાલી છે. આ વચ્ચે ગુરુવારના રોજ સામે આવ્યું કે, ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને NDA ગ્રુપના વરિષ્ઠ અધિકારીના ફોન હેક થયાની આશંકા છે. રાફેલ ડીલને કારણે અનિલ અંબાણીની કંપની વિવાદમાં આવી હતી, ત્યારે તેમના ફોનને હેક કરવાનો પ્રયાસ થયો હતો. હાલ તેમનો આ નંબર ચાલુ છે કે, કેમ વાતની પુષ્ટિ થઈ શકી નથી.

Anil Ambani

પેગાસસ સ્પાયવેરમાં નંબર હોવાનો અર્થ એ નથી કે તેમની જાસૂસી થઈ છે

ધ વાયરના રિપોર્ટ મુજબ, પેગાસસ પ્રોજેક્ટમાં જાહેર કરવામાં આવેલી નંબર્સના લિસ્ટમાં અનિલ અંબાણીનો નંબર શામેલ છે. અંબાણી ઉપરાંત કંપનીના કોર્પોરેટ કમ્યુનિકેશન્સ હેડ ટોની જેસુદાસન અને તેની પત્નીનો નંબર પણ આ લિસ્ટમાં શામેલ છે. આ રિપોર્ટસમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, પેગાસસ સ્પાયવેરમાં નંબર હોવાનો અર્થ એ નથી કે તેમની જાસૂસી થઈ છે. તેની વિગતવાર તપાસ માટે ફોરેન્સિક એનાલિસિસ જરૂરી છે.

હરમનજીત નેગીનો નંબર પણ લીક થયેલા ડેટાબેસમાં શામેલ

ભારતમાં ડસોલ્ટ એવિએશનના પ્રતિનિધિ વૈકટ રાવ પોસિના, સાબ ઇન્ડિયાના પૂર્વ વડા ઈન્દ્રજિત સિયાલ અને બોઇંગ ઇન્ડિયાના વડા પ્રત્યુષ કુમારને પણ 2018 અને 2019માં આ લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટ મુજબ, ફ્રેન્ચ કંપની એનર્જી ઇડીએફના વડા હરમનજીત નેગીનો નંબર પણ લીક થયેલા ડેટાબેસમાં શામેલ છે. જ્યારે ફ્રાંસના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા, ત્યારે હરમજીત સત્તાવાર પ્રતિનિધિમંડળના સભ્ય હતા. એટલે એ સમયે તેમનો નંબર લિસ્ટમાં ઉમેરવામાં આવ્યો હતો.

પત્ની, પુત્રી અને જમાઈના નંબર પર પણ જાસૂસી કરવામાં આવી

ધ વાયર મુજબ, CBIના ભૂતપૂર્વ વડા આલોક વર્માનો નંબર પણ પેગાસસ સ્પાયવેરની લિસ્ટમાં હતી. 2018માં વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાના અને આલોક વર્મા વચ્ચે આંતરિક વિવાદ ચાલી રહ્યો હતો. જે દરમિયાન કેન્દ્ર સરકારે તેમને પદ પરથી હટાવ્યા હતા. ઓફિસ છોડતાની સાથે જ તેમનો નંબર એક કલાક બાદ લિસ્ટમાં ઉમેરવામાં આવ્યો હતો. આ સાથે તેમની પત્ની, પુત્રી અને જમાઈના નંબર પર પણ જાસૂસી કરવામાં આવી રહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X