અણ્ણાએ ફરી ગુલાંટી મારી, દીદીમાં દમ જોવા મળશે નહી તો છોડી દેશે સાથ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 માર્ચ: સમાજસેવી ગાંધીવાદી નેતા અણ્ણા હઝારે ફરી એકવાર પોતાના નિવેદનથી ગુલાંટ મારી દિધી છે. સમાજસેવી અણ્ણા હઝારેમાં પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી સાથે અંતર બનાવી લીધું છે. દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી રેલીમાં તેમની ગેરહાજરીએ તે વાત તરફ ઇશારો કરી દિધો છે અણ્ણા હઝારે ટૂંક સમયમાં દીદી સાથે અંતર બનાવી લેશે.

અત્યાર સુધી પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીના વખાણ કરતાં થાકતા ન હતા અને લોકસભા ચૂંટણી ખુલ્લુ સમર્થન આપવા મેદાનમાં ઉતરેલા અણ્ણાએ હવે તેમની સાથે અંતર બનાવી લીધું છે.

અણ્ણા હઝારેએ અત્યાર સુધી કોઇપણ પાર્ટીનું સમર્થન કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે હવે મમતા બેનર્જી સાથે કોઇ સંબંધ નહી રાખે. દિલ્હી રેલીને લઇને ઉદભવેલા વિવાદ પર અણ્ણા હઝારેએ આરોપ લગાવ્યો છે કે પૂર્વ સાંસદ સંતોષ ભારતીએ મને દગો દિધો છે.

mamata-anna-hazare

અણ્ણા હઝારેની નારાજગીનું એક એ પણ કારણ છે કે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી ટીએમસીની રેલીમાં મમતા ભીડ એકઠી કરી શકી ન હતી. અણ્ણા હઝારેએ અખ્યું હતું કે ફક્ત 4 હજાર લોકો આવ્યા હતા, એટલા માટે હું રેલીમાં ન ગયો. અત્રે ઉલ્લેખનીય છે કે અણ્ણા હઝારે સાથે સંયુક્ત રેલી આયોજીત કરવાની યોજના બનાવી હતી. પરંતુ રેલીમાં ભીડ જમા થઇ ન હોવાથી તે રેલીમાં સામેલ થઇ ન હતી.

એક સમયે અરવિંદ કેજરીવાલ સાથે મળીને જનલોકપાલ માટે આંદોલન ચલાવનાર અણ્ણા હઝારે પહેલાં કહ્યું હતું કે તે લોકસભાની ચૂંટણીમાં કોઇપણ પક્ષ માટે પ્રચાર કરશે નહી. ત્યારબાદ તેમને પોતાના નિવેદનથી પલટતાં મમતા બેનર્જીને સમર્થન આપવાની જાહેરાત કરી, પરંતુ તે થોડા દિવસોમાં મમતા બેનર્જીનો પણ સાથ છોડી દેશે.

Did You Konw: અણ્ણા હઝારે શરૂઆતથી જ આંદોલનકારી અને ગાંધીવાદી વિચારધારાના છે. તેમને પોતાના ગામ રાલેગણ સિદ્ધિને પોતાના આંદોલનથી દારૂ મુક્ત કરી દિધું અને હવે આખા રાલેગણ સિદ્ધિમાં એક પણ દારૂની દુકાન નથી. અહીં કોઇપણ વ્યક્તિ નશો કરતો નથી.

English summary
Anti-corruption activist Anna Hazare has admitted that he didn't go to West Bengal CM and TMC chief Mamata Banerjee's rally in Ramlila Maidan in Delhi due to fewer crowds.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X