કોંગ્રેસી લોકપાલને અણ્ણાનું સમર્થન, દેશ માટે શુભ સંકેત

નવી દિલ્હી, 15 ડિસેમ્બરઃ લોકસભાના શિયાળુ સત્રમાં સોમવારે યુપીએ સરકાર લોકપાલ બીલ પ્રસ્તુત કરશે, જેને બિનશરતી પાસ કરવા માટે ભાજપ રાજી થઇ ગયું છે, સપા જેવી પાર્ટીઓના વિરોધ બાદ જેવું બિલ પાસ થશે, જેમાં રાલેગણમાં બેસેલા અણ્ણા હજારે પોતાના અનશન તોડશે. આ એ માટે કે કોંગ્રેસના લોકપાલ બિલને હવે અણ્ણાનું સમર્થન હાસલ થઇ ગયું છે. સાચુ કહીંએ તો આ ભારત માટે શુભ સંકેત છે, જેમાં અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમને સમજમાં આવી રહી નથી.

anna-hazare-support-to-congress
કદાચ તમને એ મંજૂર નહીં હોય કે ભ્રષ્ટાચારના દલદલમાં ડૂબેલી કોંગ્રેસના બિલને અણ્ણાનું સમર્થન મળવા પર તેનો ઢંઢેરો પીટવામા આવે અને ખુશી મનાવવામાં આવે, પરંતુ સાચું કહીએ તો આ બિલ પાસ થવું દેશ માટે ખુશીની વાત છે, કારણ કે આ બિલ ડુબતાને તળખલાનો સહારો જેવું કામ કરશે. દરેક વ્યક્તિ જાણે છે કે, દેશમાં ભ્રષ્ટાચાર ચરમ પર છે. અણ્ણા અને તેમના સાથીઓથી અલગ થઇ ચૂકેલા કેજરીવાલે જે જન લોકપાલ બિલની પરિકલ્પના કરી હતી, કોંગ્રેસનું લોકપાલ બિલ એવું તો નથી, પરંતુ હાં એ પણ ના કહીં શકીએ કે આ બિલ બેકાર છે. અણ્ણાએ લોકપાલ બિલને જે શક્તિઓ પ્રદાન કરવાની કલ્પના કરી હતી, કોંગ્રેસ લોકપાલને એ શક્તિઓ ભલે ના મળે, પરંતુ તેનાથી ઇન્કાર ના કરી શકાય કે તે શક્તિશાળી નહીં હોય. શાસન સ્તર પર ના હોય પરંતુ પ્રશાસનિક સ્તર પર ભ્રષ્ટાચાર પર લગામ કસવામાં તો કારગર સાબિત થઇ શકે છે, ના એ લોકપાલ.

આપ પાર્ટીના નેતા કુમાર વિશ્વાસે ટ્વીટ કર્યું કે, મહાસમરમાં ક્યારેક ક્યારેક એવો સમય આવે છે, જ્યારે પિતામહ ભીષ્મના મૌન અને ગુરુ દ્રોણના સિહાસનથી સહમત થઇ જાય તો પણ કંટકપૂર્ણ પથ પર ચાલીને પાંચ પાંડવોને યુદ્ધ જારી રાખવું પડે છે. સત્યની રાહ તમામ પરીક્ષા પાર કર્યા વગર આગળ જવા દેતી નથી, બાબા કબીર અનુસાર માથુ આપ્યા વગર પરિણામ નથી આપતી. બીજી તરફ અરવિંદ કેજરીવાલે પ્રેસવાર્તા કરીને આ લોકપાલ બિલનો વિરોધ કર્યો છે. રાજકીય પાર્ટી દ્વારા તેનો વિરોધ કરવામાં આવે તે સ્વાભાવિક છે, પરંતુ આપણને એ માલુમ હોવું જોઇએ કે આપણા દેશનું સંવિધાન એવું છે કે, જેમાં બધા કાયદા બને છે, ત્યારે તેમાં સંશોધનની સંભાવનાઓ હંમેશા ખુલી રહે છે.

સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો અણ્ણાએ પોતના આંદોલનથી કોંગ્રેસ સરકારને લોકપાલ બિલ લાવવા મજબૂર કર્યા. અણ્ણાના દબાવમાં આવીને આ શિયાળું સત્રમાં લોકપાલ બીલ આવશે અને જ્યાં સુધી આશા છે પાસ પણ થઇ જશે. એટલે કે દેશે પોતાના લોકપાલ મળી જશે. અહીં સુધી અણ્ણાએ પોતાની જવાબદારી નિભાવી. હવે સમય છે કે તેમના અર્જુન અરવિંદ કેજરીવાલની. જો એમને અણ્ણા પ્રત્યે માન છે અને તેમના જંગને આગળ વધારવા માગે છે તો આમ આદમી પાર્ટીને એટલી મજબૂત કરે કે તે કોંગ્રેસી લોકપાલમાં સંશોધનની માગ સાથે પોતાની લડાઇને નવું રૂપ આપે. એવી જંગ લડે કે 2014માં આવનારી કોઇપણ સરકારે કાયદામાં સંશોધન માટે ઝુકવુ પડે અને આવનારું કોંગ્રેસી લોકપાલ અણ્ણાના જન લોકપાલમાં પરિવર્તિત થઇ જાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X