
અણ્ણા 10 નવેમ્બરે સમન્વય સમિતિની જાહેરાત કરશે
સામાજિક કાર્યકર્તા અણ્ણા હઝારેએ કહ્યું હતું કે તેમને એક સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો છે જેમાં લગભગ ડઝન વધુ સહયોગીઓ છે. તેમને કહ્યું હતું કે તપાસ બાદ સમિતિમાં અમે બીજા લોકોને સામેલ કરીશું. 10 નવેમ્બર સુધી સમન્વય સમિતિ અસ્તિત્વમાં આવી જશે.
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને ઓમ પ્રકાશ ચોલાટાની સાથે જનરલ (સેવા નિવૃત) વીકે સિંહને પ્લેટફોર્મ પુરુ પાડવા અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં તેમને અણ્ણા હઝારેએ કહ્યું હતું કે તેમને આ અંગે કોઇ જાણકારી નથી અને પૂર્વ સેના પ્રમુખ પહેલાંથી જ વિશ્વાસ વ્યકત કરી ચૂક્યાં છે કે તે રાજકારણમાં જોડાશે નહી.
અણ્ણા હઝારે આ પહેલાં પોતાની કોર ટીમને ફેલાવવાનો નિર્ણય કર્યો છે. અણ્ણા હઝારેના એક સહયોગીએ કહ્યું હતું કે પોતાના સમૂહને અને સમગ્ર બનાવવા માંગે છે જેમાં એવા સભ્યો હોય જેમને નિતિ નિર્માણ, માનવધિકાર, કોર્પોરેટ, ન્યાયિક, પોલીસ, ચૂંટણી સુધાર વગેરે ક્ષેત્રેનો અનુભવ થાય.