અણ્ણા હજારેની નવી ટીમમાં આમિર ખાન જોડાશે !

anna-hazare-aamir-khan
રાલેગણ સિદ્ધિ, 27 ઑક્ટોબર: વરિષ્ઠ સમાજ સેવક અણ્ણા હજારે ભષ્ટ્રાચાર વિરૂદ્ધની જંગમાં બોલીવૂડના અભિનેતા આમિર ખાનને પોતાની ટીમમાં સામેલ કરવા માંગે છે. અણ્ણાએ સાર્વજનિકરૂપથી ઇચ્છા વ્યક્ત કરી છે.

ભષ્ટ્રાચાર વિરૂદ્ધના આંદોલનને વધુ ધારદાર બનાવવા માટે અણ્ણા હજારે પોતાની નવી ટીમ અંગે વિચાર-વિમર્શ શરૂ કરી દિધી છે. તે ઇચ્છે છે કે મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન પોતાની ટીમમાં સામેલ થાય. આમીર ખાન હજ યાત્રા પર છે. હજ પરથી પાછા ફર્યા બાદ અણ્ણા તેમને ટીમમાં સામેલ થવા માટે આગ્રહ કરશે.

અણ્ણા પોતાની નવી ટીમના સભ્યો સાથે 24 અને 25 નવેમ્બરે બેઠક કરશે અને આગળના આંદોલન રૂપરેખા તૈયાર કરશે. અણ્ણાના નજીકના સૂત્રોનું કહેવું છે કે સત્યમેવ જયતેના માધ્યમથી આમિર ખાને કેટલીક સામાજિક દુષણોને દુર કર્યા હતા જેના કારણે અણ્ણા તેમને વધુ પસંદ કરે છે. તેમનું માનવું છે કે સામાન્ય માણસને આંદોલનમાં જોડવા માટે આમિર ખાન એક સારું માધ્યમ બની શકે છે.

તો બીજી તરફ આમીર ખાનના એક ખાસ મિત્રએ જણાવ્યું છે કે આમીર ખાન વ્યાવયિક વ્યસ્તતાના કારણે કદાચ જ અણ્ણાની ટીમમાં જોડાય. પરંતુ એટલું બની શકે છે આમિર ખાન તેમને સાવર્જનિક રીતે પોતાનું નૈતિક સમર્થન આપવાનું એલાન કરી શકે.

જન લોકપાલ બિલને લઇને અણ્ણાના અનશન દરમિયાન આમિર ખાને પોતાનું સમર્થન વ્યક્ત કરવા માટે રામલીલા મેદાન ગયા હતા. પરંતુ અણ્ણા ઇચ્છે કે આમિર ખાન સક્રિય રીતે તેમને સાથ આપે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X