For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેજસ ટ્રેનની હોસ્ટેસ પાસેથી ફોન નંબર માંગી પરેશાન કરતા યાત્રીઓ

દિલ્હી અને લખનઉની વચ્ચે દોડતી દેશની પ્રથમ ખાનગી હાઈસ્પીડ ટ્રેન તેજસ એક્સપ્રેસની હોસ્ટેસ સાથે જોર-જબરદસ્તીની ફરિયાદો પણ મળવા લાગી છે.

|
Google Oneindia Gujarati News

દિલ્હી અને લખનઉની વચ્ચે દોડતી દેશની પ્રથમ ખાનગી હાઈસ્પીડ ટ્રેન તેજસ એક્સપ્રેસની હોસ્ટેસ સાથે જોર-જબરદસ્તીની ફરિયાદો પણ મળવા લાગી છે. કેટલાક તોફાની મુસાફરો હોસ્ટેસનો ન માત્ર મજાક ઉડાવે છે, પરંતુ તેમની સાથે સેલ્ફી લેવાની અને તેમના મોબાઇલ નંબર લેવાની પણ જીદ કરે છે. એ વાત સામે આવી છે કે ટ્રેનમાં ખાવાનું પીરસતી વખતે અથવા વેલકમ ડ્રિંક્સ આપતી વખતે, ઘણા મુસાફરો પરવાનગી વીના ફોટોગ્રાફ લેવાનું શરૂ કરે છે. કેટલાક કામ કરતી વખતે, તેઓ તેમનો વિડીયો પણ બનાવવાનું પણ શરૂ કરે છે. ઘણા યુવાનો સીટ પર લાગેલા કોલ બટન વારંવાર દબાવીને હોસ્ટેસને કારણ વગર પજવણી કરે છે. આવી ફરિયાદોને ધ્યાનમાં રાખીને હવે રેલ્વે મેનેજમેન્ટ મુસાફરો માટે કેટલાક ધોરણો નક્કી કરવા જઈ રહી છે. જે મુજબ, ટ્રેનમાં મુસાફરોને હોસ્ટેસ સાથે કેવી રીતે વર્તન કરવું તે શીખવવામાં આવશે. તેમજ આઈઆરસીટીસીના અધિકારીઓ હોસ્ટેસ તરફથી મુસાફરોની વર્તણૂકનો ફીડબેક પણ લેશે. જો હોસ્ટેસ અસહજતાનો આરોપ લગાવે તો તોફાની મુસાફરો સાથે પહોંચી વળવા મેનેજમેન્ટ બનાવવામાં આવશે.

છોકરીઓ જોતાંની સાથે જ તેમનો નંબર માંગવાની હરકતો અટકી જશે

છોકરીઓ જોતાંની સાથે જ તેમનો નંબર માંગવાની હરકતો અટકી જશે

રેલ્વે સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, એવા યુવક જેઓ છોકરીઓને જોતાં જ તેમનો નંબર પૂછવા માંડે છે, જો તેજસ ટ્રેનમાં પણ આ જ કામ કરે છે, તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. આ માટે આઇઆરસીટીસીએ તેજસ ટ્રેનની ઘોષણા પ્રણાલીમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. એવું જોવા મળ્યું છે કે કેટલાક લોકો ટ્રેનમાં મુસાફરી દરમિયાન હોસ્ટેસનો મોબાઈલ નંબર માંગવામાં અચકાતા નથી. તેઓ સેલ્ફી પણ લે છે.

ચીફ રિજનલ મેનેજરે કહ્યું - લોકો ખૂબ ઉત્સાહિત થઇ જાય છે

ચીફ રિજનલ મેનેજરે કહ્યું - લોકો ખૂબ ઉત્સાહિત થઇ જાય છે

આઈઆરસીટીસીના ચીફ રિજનલ મેનેજર (સીઆરએમ) અશ્વની શ્રીવાસ્તવે કહ્યું કે તે સાચું છે, તેજસ ટ્રેન માટે ઘણો ઉત્સાહ છે. આ કારણોસર, ઘણા મુસાફરોએ ટ્રેનમાં સેલ્ફી લીધી હતી અને વીડિયો બનાવ્યા હતા. પરંતુ તેને કોઈ પરંપરા બનાવી શકાતી નથી, કારણ કે તે સીધી ગોપનીયતા સાથે સંબંધિત છે. જો હોસ્ટેસ આનાથી અસહજ છે, તો અમે નિયમોમાં ફેરફાર કરીશું.

તેજસની શરૂઆત 4 ઓક્ટોબરે થઇ હતી

તેજસની શરૂઆત 4 ઓક્ટોબરે થઇ હતી

તેજસ ટ્રેનનું સંચાલન ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. દિલ્હી અને લખનઉ વચ્ચે દોડતી આ દેશની પ્રથમ ખાનગી હાઈસ્પીડ ટ્રેન છે. આ ટ્રેન 4 ઓક્ટોબરના રોજ શરૂ કરવામાં આવી હતી. હવે પહેલીવાર એવું પણ બનશે કે આ ટ્રેન મોડી થશે ત્યારે મુસાફરોને વળતર મળશે. જોગવાઈ હેઠળ, જ્યારે ટ્રેન નિયત સમય કરતા મોડી અંતિમ સ્ટેશન પર આવે ત્યારે વળતર ચૂકવવામાં આવે છે. તે જ સમયે, ટ્રેન લેટ ચાલવા છતાં સમયસર છેલ્લા સ્ટેશન પર આવે તો વળતર આપવામાં આવશે નહીં.

જ્યારે ટ્રેન લેટ થાય ત્યારે તમને 250 રૂપિયા મળી શકે છે

જ્યારે ટ્રેન લેટ થાય ત્યારે તમને 250 રૂપિયા મળી શકે છે

આઇઆરસીટીસીના નિયમ મુજબ આ ટ્રેનના મોડું થવા પર તમે 250 રૂપિયા સુધીનું વળતર મેળવી શકો છો. શનિવારે આ ટ્રેન લગભગ 2 કલાક મોડી આવી હતી. આ પછી, નિર્ણય લેવામાં આવ્યો હતો કે, લોકોની ફરિયાદો જોઇને ટ્રેન મોડા આવવા પર દરેક મુસાફરોને 250 રૂપિયાનું વળતર આપવામાં આવશે.

આ પણ વાંચો: રેલ્વેએ ભંગાર વેચીને 35 હજાર કરોડ રૂપિયાની કમાણી કરી

English summary
Annoying passengers demanding a phone number from Tejas train hostess
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X