ભ્રષ્ટાચાર સામે પંજાબ સરકારની વધુ એક મોટી કાર્યવાહી, SHOની ધરપકડ.

પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ભ્રષ્ટાચારને લઈને મોટી કાર્યવાહી કરાઈ રહી છે. હવે પંજાબ સરકારના વિજિલન્સ બ્યૂરોએ મોટી કાર્યવાહી કરી છે.

ચંદિગઢ : પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ભ્રષ્ટાચારને લઈને મોટી કાર્યવાહી કરાઈ રહી છે. હવે પંજાબ સરકારના વિજિલન્સ બ્યૂરોએ મોટી કાર્યવાહી કરી છે.

SHO

મળતી વિગતો અનુસાર, પંજાબ સરકારના વિજિલન્સ બ્યૂરોને હેલ્પલાઈન દ્વારા સતત ફરિયાદો મળે છે. ત્યારે હવે બ્યૂરોએ કાર્યવાહી કરતા ફિરોઝપુર જિલ્લામાં પોસ્ટેડ એસએચઓ રૂપિન્દર પાલ સિંહની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી છે.

વિજિલન્સ બ્યુરોના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ફિરોજપુર જિલ્લાના કાસૂ બેગ ગામના ફરિયાદી ગગનદીપ સિંહે ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન પર એસએચઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ કહ્યું કે, મેજર સિંહ અને તેના પુત્ર જે તે ગામના રહેવાસી છે, તેમની વિરુદ્ધ કુલગઢી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસની તપાસ SHO દ્વારા કરવામાં આવી હતી. તેણે આ મામલે મદદ માટે પોલીસ કેસ ન નોંધાવવાના બદલામાં 80 હજાર રૂપિયાની માંગણી કરી હતી અને 70 હજાર રૂપિયા લાંચ તરીકે લીધા હતા.

હવે પોલીસે આ મામલે કાર્યવાહી કરીને આરોપી એસએસઓની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી કરી રહી છે. અહીં તમને જણાવી દઈએ કે ભગવંત માન સરકાર સતત ભ્રષ્ટાચાર વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X