CCTV : ટિલ્લુ તાજપુરિયાની હત્યાના બીજા CCTV સામે આવ્યા, પોલીસ જોતી રહી અને હત્યારાઓએ ઢીમ ઢાળી દીધુ
તિહાર જેલ ભારતની સૌથી મજબુત જેલ હોવાના દાવા થઈ રહ્યા છે ત્યારે જેલના કેદીઓ જ આ દાવાની હવા કાઢી રહ્યા છે. હાલમાં જ ગેંગવોરમાં ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની હત્યા કરી દેવાઈ હતી. હવે આ ઘટનાના વધુ સીસીટીવી સામે આવ્યા છે.
હવે સામે આવેલા હત્યાના બીજા સીસીટીવીમાં પોલીસ લોહીથી લથબથ તાજપુરિયાને પગ પકડીને બહાર ખેંચી રહી હતી. પોલીસની હાજરીમાં જ હત્યારાઓ ટિલ્લુને મારતા રહ્યા. ફૂટેજમાં પોલીસકર્મીઓની લાચારી સ્પષ્ટ દેખાઈ રહી છે.

અહેવાલો અનુસુરા, પુરા પ્લાનિંગ કર્યા બાદ તાજપુરિયાની ઘેરીને હત્યા કરવામાં આવી. દુશ્મનોએ તાજપુરિયાને છરીથી તેના માથા, પીઠ, ખભા અને ગરદન પર વાર કર્યા હતા.
માહિતી મળતાં જેલ પોલીસ પહોંચી અને લોહીથી લથબથ તાજપુરિયાને દુશ્મનોના ચુંગાલમાંથી ખેંચીને બહાર લાવી. જો કે તેમ છત્તા હત્યારાઓ પોલીસ સામે તાજપુરિયા પર તિક્ષ્ણ હથિયારોથી હુમલો કરતા રહ્યા.
#WATCH | Delhi | A second CCTV video emerges from Tihar Jail's Central Gallery wherein a few people can be seen bringing gangster Tillu Tajpuriya's body out. The visuals later show two other people stabbing the body and hitting it in the presence of Police personnel. pic.twitter.com/FyE09M95C7
— ANI (@ANI) May 5, 2023
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, આ પહેલા પણ એક સીસીટીવી વીડિયો સામે આવ્યો હતો. એ વીડિયોમાં હત્યારાઓએ ઘેરીને હુમલો કર્યો હોવાનું જોવા મળ્યુ હતું. હવે આ બીજા સીસીટીવી સામે આવ્યા છે.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે તિહાર જેલમાં છેલ્લા કેટલાક સમયથી સતત હત્યાઓ થઈ રહી છે. આ હત્યાઓને કારણે તંત્રની કામગીરી પર ગંભીર સવારો ઉભા થયા છે.












Click it and Unblock the Notifications
