કૂનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, નામિબિયાથી આવેલા કુલ 8 ચિત્તાના મોત
કૂનો નેશનલ પાર્કમાં ફરીથી ચિત્તા વસાવવાની સરકારની યોજના પર પાણી ફરતુ નજર આવી રહ્યું છે. આવુ એટલા માટે કહેવાઈ રહ્યું છે કારણ કે છેલ્લા 4 મહિનામાં અહીં 8 ચિત્તાના મોત થયા છે. આ ચિત્તા નામિબિયાથી ભારત લવાયા છે.
મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્ક શુક્રવારે વધુ એક નર ચિતાનું મૃત્યુ થયું ગોવાના અહેવાલ છે. અધિકારીઓ અનુસાર, સુરજ નામના ચિત્તાનું મોત થયુ છે અને આ આઠમાં ચિત્તાનું મોત છે. મૃત્યુનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

કુનો નેશનલ પાર્કમાં છેલ્લા 4 મહિનામાં આ આઠમું ચિત્તા મૃત્યુ છે. આ અઠવાડિયે બે ચિત્તાના મોત થયા છે. અગાઉ ચિત્તા તેજસના મોત દરમિયાન તેના ગળા પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા.
અહેવાલો અનુસાર, દક્ષિણ આફ્રિકાના નામિબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓમાંથી અત્યાર સુધીમાં 5 ચિત્તા અને 3 બચ્ચાના મોત થયા છે.
જણાવી દઈએ કે, 17 સપ્ટેમ્બર 2022 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૂનો નેશનલ પાર્કમાં નામિબિયામાંથી લાવેલા 8 ચિત્તા છુટ્ટા મુક્યા હતા. ત્યારબાદ આ વર્ષે 18 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકાના 12 વધુ ચિત્તા છોડવામાં આવ્યા છે. અહીં કુલ 20 ચિત્તા છોડવામાં આવ્યા છે.
અત્યારસુધીમાં દક્ષિણ આફ્રિકા અને નામિબિયાથી લાવવામાં આવેલા કુલ 20 ચિત્તામાંથી 5ના મોત થયા છે. નામિબિયાથી લાવવામાં આવેલી માદા ચિતા જ્વાલાએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. જેમાંથી ત્રણ બચ્ચા મૃત્યુ પામ્યા છે અને ચોથું બચ્ચું બીમાર છે.
આ પહેલા માદા ચિત્તા શાસા મૃત્યુ પામી હતી. શાસા કૂનો રાષ્ટ્રીય ઉદ્યાન હવામાનમાં સેટ થઈ શખી નહીં અને બીમારીને કારણે મોત થયુ. હવે માત્ર 15 ચિતા બચ્યા છે. જણાવી દઈએ કે, ચિત્તા છુટ્ટા મુકતા પહેલા જ કહેવાયુ હતું કે જો 10 ચિત્તા પણ જીવતા રહેશે તો આ પ્રોજેક્ટ સફળ ગણાશે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
