છત્તીસગઢમાં વધુ એક નક્સલી એન્કાઉન્ટર, 7 નક્સલી ઢેર

લોકસભા ચૂંટણી વચ્ચે ફરી એક વખત છત્તીસગઢમાં નક્સલીઓએ સેનાના જવાનોને નિશાન બનાવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 7 નક્સલીઓના મોત થયાના અહેવાલ છે.

ગુરુવારે સેનાએ નક્સલીઓ સામે મોટી કાર્યલાહી હાથ ધરી. પોલીસ અને સેના વચ્ચેના અથડામણ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલા સાત નક્સલીઓના મોત થયા છે.

Chhattisgarh

છત્તીસગઢ પોલીસે નક્સલવાદીઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. પોલીસ અનુસાર, ગુરુવારે નક્સલવાદીઓનું સુરક્ષાકર્મીઓ સાથે એન્કાઉન્ટર થયું. જેમાં સાત નક્સલીઓના મોત થયા.

સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. છત્તીસગઢ પોલીસના જણાવ્યા અનુસાર નક્સલવાદી એન્કાઉન્ટરમાં સાત માઓવાદીઓ માર્યા ગયા છે.

જણાવી દઈએ કે બસ્તર ડિવિઝનના નારાયણપુર અને બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં નક્સલવાદીઓ સાથે સૈનિકો વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ ખાસ ઓપરેશન માટે ડીઆરજી અને એસટીએફના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

નક્સલવાદીઓ તરફ ચાલી રહેલા ગોળીબારનો સુરક્ષા દળો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. નક્સલવાદીઓ પણ આધુનિક હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે.

અહેવાલો અનુસાર, આ ઓપરેશન નારાયણપુર અને બીજાપુર જિલ્લાના સૈનિકોનું સંયુક્ત ઓપરેશન છે. નારાયણપુરના એસપી આ નક્સલી ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા છે. આ એન્કાઉન્ટરમાં 1000થી વધુ જવાનો ઓપરેશનમાં છે. માહિતી મુજબ નક્સલ પ્રભાવિત વિસ્તારના જંગલોમાં સવારથી જ ગોળીબાર ચાલુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X