મૃત્યુ પહેલાનો સુનંદા પુષ્કરનો મેલ સામે આવ્યો, જાણો આગળ
કોંગ્રેસ નેતા શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરનો એક મેલ સામે આવ્યો છે. જેમાં તેમને લખ્યું છે કે તેઓ મરવા માંગે છે.
કોંગ્રેસ નેતા શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરનો એક મેલ સામે આવ્યો છે. જેમાં તેમને લખ્યું છે કે તેઓ મરવા માંગે છે. તેમને આગળ લખ્યું હતું કે તેમને હવે જીવવાની ઈચ્છા નથી રહી. તેઓ હવે ફક્ત મરવાની પ્રાર્થના કરી રહી છે. આ મેલ 8 જાન્યુઆરી 2014 દરમિયાન સુનંદા પુષ્કરે શશી થરૂરને લખ્યો હતો. સુનંદાનો આ મેલ તેમની મૃત્યુના 9 દિવસ પહેલાનો છે.

શું છે આખી ઘટના
નોંધનીય છે કે સુનંદા પુષ્કર 17 જાન્યુઆરી 2014ના રોજ લીલા પેલે હોટલના રૂમ નંબર 345માં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃત્યુ પહેલા સુનંદા અને પાકિસ્તાની પત્રકાર મેહર તરારની વચ્ચે ટ્વિટર પર વાદ-વિવાદ થયો હતો. આ ચર્ચા શશિ થરૂરની સાથે મેહરના કથિત 'અફેર'ને લઇને થઇ હતી.

વિસરા રિપોર્ટમાં થયો હતો ખુલાસો
એમ્સ મેડિકલ બોર્ડ અનુસાર ત્રણ ડોક્ટરોની ટીમે વિસરા રિપોર્ટની ફરીથી તપાસ બાદ સુનંદાના શરીરમાં ઝેરના અંશની ખરાઇ થઇ હતી, પરંતુ ઝેરના પ્રકારનો ખુલાશો ન્હોતો થઇ શક્યો. એમ્સ મેડિકલ બોર્ડે આ રિપોર્ટ 27 સપ્ટેમ્બર 2014ના રોજ તૈયાર કર્યો હતો અને 30 સપ્ટેમ્બરના રોજ સરોજની નગર પોલીસ સ્ટેશનમાં સુપરત કર્યો હતો.

અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ મામલો નોંધાયો
ચાર્જશીટમાં પોલીસે હત્યાનો આરોપ હટાવી દીધો છે. તે પહેલા 1 જાન્યુઆરી 2015 દરમિયાન એફઆઈઆર નોંધવામાં આવી હતી જેમાં અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો હતો. આપણે જણાવી દઈએ કે શશી થરૂર અને સુનંદા પુષ્કરના લગ્ન 22 ઓગસ્ટ 2010 દરમિયાન થયા હતા.












Click it and Unblock the Notifications
