For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રવિ શંકરની પુત્રી અનુષ્કાનો ઘટસ્ફોટ,'વર્ષો સુધી થતુ રહ્યું મારું શારીરિક શોષણ'

By Super
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 ફેબ્રુઆરીઃ દિવંગત સિતાર વાદક પંડિત રવિશંકરના પુત્રી અનુષ્કા શંકરે ખુલાસો કર્યો છે કે, નાનપણમાં તે પરિચિતોના હાથે યૌન શોષણનો શિકાર બની હતી. 31 વર્ષિય અનુષ્કાએ એક વેબાસઇટ પર આ ખુલાસો કર્યો છે. અનુષ્કા હાલ લંડનમાં રહે છે.

વેબસાઇટ ચેન્જ ડોટ ઓઆરજી પર વન બિલિયન રાઇઝિંગ નામનું એક કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં વિશ્વભરની મહિલાઓ અને પુરુષોને એક સાથે આવીને એવું કહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે કે, બહુ થયું, મહિલાઓ વિરુદ્ધની હિંસા બંધ થવી જોઇએ. વેબસાઇટ થકી અનુષ્કાએ વેલેનટાઇન્સ ડે પર એક અરબ મહિલાઓને આમંત્રણ આપ્યું કે તે ઘરની બહાર નિકળે ડાન્સ કરે અને પોતાની વિરુદ્ધ થઇ રહેલી હિંસા સામેનો અવાજ બુલંદ કરે.

anoushka
વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં અનુષ્કાએ જણાવ્યું કે નાનપણમાં મારું ઘણા વર્ષો સુધી યૌન અને માનસીક શોષણ થયું. આવું એ લોકોએ કર્યું કે જેમના પર મારા માતા-પિતા પિતાને ઘણો વિશ્વાસ હતો. મારી સાથે એવી ઘણી બાબતો થઇ કે જેની સામે લડતા મને નહોતું આવડતું. મારી સાથે બળજબરી થઇ, ગાળો આપવામાં આવી. નહોતી જાણતી કે હું તેને કેવી રીતે બદલી શકું છું.

એક મહિલા તરીકે મને લાગે છે કે હું હંમેશા ડરના ઓછાયા હેઠળ જીવી રહી છું. રાત્રે હું એકલી ફરવા જતા ડરતી હતી. કેટલાક પુરુષો તરફથી પૂછવામાં આવેલા સમયનો જવાબ આપતા ડરતી હતી, પરંતુ હવે બહુ થયું. દિલ્હી ગેંગરેપનો શિકાર યુવતી અને તેના જેવી અનેક મહિલાઓ માટે હવે હું આગળ આવી રહી છું. હું મારા દેશની મહિલાઓ માટે જાગી રહી છું. હું મારી અંદરના બાળક માટે જાગી રહી છું. તેથી તમે મારી સાથે આવો, ડાંસ કરો. ડાંસમા કોઇપણ જખ્મને ભરવાની શક્તિ છે.

English summary
Anoushka Shankar, daughter of legendary sitarist Ravi Shankar, has thrown her weight behind an online campaign demanding an end to crime against women, in the wake of the Delhi gangrape.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X