ઉત્તરાખંડમાં ધર્માંતરણ વિરોધી કાયદો વધુ કડક બનાવાશે, કેબિનેટે મંજુરી આપી!

દેશમાં ધર્માંતરણને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે ઉત્તરાખંડ સરકાર ધર્માંતરણ વિરોદી કાયદાને વધુ કડક બનાવવા જઈ રહી છે. આ માટે કેબિનેટે મંજુરી પણ આપી દીધી છે.

દહેરાદુન : દેશમાં ધર્માંતરણને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે ઉત્તરાખંડ સરકાર ધર્માંતરણ વિરોદી કાયદાને વધુ કડક બનાવવા જઈ રહી છે. આ માટે કેબિનેટે મંજુરી પણ આપી દીધી છે.

pushkar singh dhami

ઉત્તરાખંડ સરકાર દ્વારા ધર્માંતરણ વિરોધી કાયદામાં પ્રસ્તાવિત ફેરફારોમાં હવે બળજબરીથી ધર્માંતરણ કરાવનારા માટે સજા વધારીને 10 વર્ષ કરવાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ છે. આ મંજુરી મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અપાઈ હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડ ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2018માં રાજ્યમાં ધર્મની સ્વતંત્રતાના અધિકાર હેઠળ લાગુ કરવામાં આવ્યો હતો. હવે બદલાયેલા સંજોગોને જોતાં તેને વધુ સશક્ત બનાવવા માટે ઉત્તરપ્રદેશની જેમ તેમાં સુધારો કરવાની દરખાસ્ત કરાઈ છે.

નવા કાયદાને લઈને મળી રહેલી વિગતો અનુસાર, આ સુધારા હેઠળ બળજબરીથી ધર્માંતરણને કોગ્નિઝેબલ અપરાધ ગણીને 10 વર્ષની જેલની જોગવાઈનો પ્રસ્તાવ છે. 2018ના કાયદામાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં દોષી સાબિત થવા પર પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. હવે આ કાયદાને મંજુરી માટે વિધાનસભામાં લાવવામાં આવશે. આ સિવાય કેબિનેટે ઉત્તરાખંડ હાઈકોર્ટને નૈનીતાલથી હલ્દવાનીમાં શિફ્ટ કરવાના પ્રસ્તાવને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X