અણ્ણાએ કહ્યું, ‘દેશ બહાર મોદીનો વિરોધ કરવો અયોગ્ય’

બદાયૂં પહોંચેલા અણ્ણાએ પત્રકારોને જણાવ્યું કે, મોદીનું અમેરિકા જવાનું અને વીઝાનો વિરોધ કરવો યોગ્ય નથી, કારણ કે ભારત અને અમેરિકા બન્ને જ ગણતંત્ર રાષ્ટ્ર છે, જ્યાં કોઇપણને ગમે ત્યાં આવવા અને જવાની આઝાદી હોય છે. જ્યારે અણ્ણાને પૂછવામાં આવ્યું કે, તમારા જૂના સાથી તમારો સાથે કેમ છોડી રહ્યાં છે, તો અણ્ણાએ કહ્યું કે, હા આ સાચી વાત છે, કે કેટલાક લોકો અમારાથી દૂર થઇ ગયા, પરંતુ અમને જોરદાર જન સમર્થન પ્રાપ્ત છે અને હવે તો પહેલા કરતા પણ વધારે લોકો અમારી સાથે જોડાયા છે.
નોંધનીય છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ કે જે અમેરિકાના પ્રવાસે છે, તેમણે મોદીને વીઝા મળે તે અંગે વાત કરી હશે, પરંતુ રાજનાથ સિંહે કહ્યું છે કે, નરેન્દ્ર મોદી પર લગાવવામાં આવેલા વીઝા પ્રતિબંધ અંગેનો મુદ્દો તેમણે ઉઠાવ્યો નથી. એ અમેરિકા પર નિર્ભર કરે છે કે તેમણે વીઝા પ્રતિબંધ હટાવવો છે કે નહીં.
જ્યારથી રાજનાથ સિંહ અમેરિકા ગયા છે અને મોદીને વીઝાનો મુદ્દો બહાર આવ્યો છે, ત્યારથી ચર્ચા જાગી છે. એક તરફ રાજનાથ સિંહ મોદીને વીઝા અંગે અમેરિકા સાથે ચર્ચા કરવાની વાતો કરી રહ્યાં હતા તો બીજી તરફ 65 જેટલા સાંસદો દ્વારા મોદીને વીઝા નહીં આપવા અંગે ઓબામાને પત્ર લખવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું, એટલું જ નહી ં પરંતુ તેમાથી કેટલાક સાંસદોએ કહ્યું છે કે તેમની ખોટી રીતે સાહી લઇ લેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
