For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AQI: દિલ્હી કરતા પણ વધુ ઝેરી બની મુંબઇની હવા, પ્રદુષણનું પ્રમાણ ચિંતાજનક

ભારતની રાજધાની દિલ્હી દેશનુ જ નહીં પણ દુનિયાનુ પણ સૌથી પ્રદુષિત શહેર બની ગયુ છે. ચોંકાવનારી વાત એ છે કે, સોમવારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં દિલ્હી કરતા પણ વધારે પ્રદુષણ નોંધાયુ હતુ. આમ મુંબઈની હવા દિલ્હી કરતા પણ ખતરના

|
Google Oneindia Gujarati News

ભારતની રાજધાની દિલ્હી દેશનુ જ નહીં પણ દુનિયાનુ પણ સૌથી પ્રદુષિત શહેર બની ગયુ છે. ચોંકાવનારી વાત એ છે કે, સોમવારે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં દિલ્હી કરતા પણ વધારે પ્રદુષણ નોંધાયુ હતુ. આમ મુંબઈની હવા દિલ્હી કરતા પણ ખતરનાક બની હતી. મળતી વિગતો પ્રમાણે સમુદ્ર પરથી ફૂંકાતી હવાઓની ઝડપ ઓછી થવાથી અને લાખો વાહનોના ધૂમાડાના કારણે દક્ષિણ મુંબઈમાં સોમવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ 345 નોંધાયો હતો.જ્યારે દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 332 હતો.

Mumbai

આ આંકડાએ મુંબઈગરાઓની ચિંતા વધારી દીધી છે. અંધેરીમાં પણ એર ક્વોલિટી ઈન્ડેક્સ 259 નોંધાયો હતો. મુંબઈમાં પ્રદુષણની સાથે સાથે ગરમી પણ વધી રહી છે.શિયાળો હોવા છતા દિવસનુ તાપમાન 35.2 ડિગ્રી સુધી પહોંચી રહ્યુ છે. જાણકારોનુ માનવુ છે કે, ઉત્તર પૂર્વ તરફ ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે મુંબઈમાં તાપમાન વધ્યુ છે.22 નવેમ્બર પછી તાપમાનનો પારો ઘટશે.

SAFARના સ્થાપક અને પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. ગુફરન બેગે જણાવ્યું હતું કે નીચા તાપમાન, પવનની નીચી ઝડપ અને ઉચ્ચ ભેજ જેવા કુદરતી પરિબળો કોલાબાની હવામાં વધુ રજકણોને સ્થગિત રાખે છે, પરિણામે તેમની સાંદ્રતા વધારે હતી. "તે વાસ્તવમાં કોલાબામાં થાય છે અને શિયાળા દરમિયાન અમારા મોનિટર દ્વારા અહીં લક્ષણો જોવા મળ્યા છે.

English summary
AQI: Mumbai's air becomes even more toxic than Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X