સેનાનો મળ્યો ભારતમાં પાકિસ્તાની આતંકીઓનો અડ્ડો

એક ઇંગ્લિશ ચેનલના અહેવાલ અનુસાર વેનકારી ગામના જંગલોમાં બનેલા આ અડ્ડાને એ પ્રકારે બનાવવામાં આવ્યોહતો કે, અહીં સહેલાયથી ચાર આતંકવાદી રહી શકતા હતા. આ અડ્ડામાંથી ભારતીય સેનાએ રાઇફલ, રોકેટ થકી ફેંકી શકાય તેવા બે ગ્રેનેડ, એક રોકેટ લોન્ચર, એક પિસ્તોલ અને કેટલાક બારૂદનો કબજો લીધો છે.
આ ઉપરાંત આ અડ્ડા પર પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મિરનો એક નકશો. તજીમ નામના આતંકવાદી સંગઠનનું એક લેટર પેડ, ખાખી ડ્રેસ અને કેટલીક ભારતીય મુદ્રાઓનો પણ કબજો સેના દ્વારા લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, સરહદ પર વધી રહેલી પાકિસ્તાની આતંકવાદીઓની ઘૂસણખોરી સામે સેના દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને આ ઘૂસણખોરીને રોકવા માટે વિવિધ પ્રકારના સર્ચ ઓપરેશન સેના દ્વારા ચલાવવામાં આવી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
