વાયુસેનાનું C-17 ગ્લોબમાસ્ટર વિમાન લેહ એરપોર્ટ પર રન વેમાં ફસાયુ, તમામ ફ્લાઈટો રદ્દ

ભારતીય વાયુ સેનાનું જંગી જહાર C-17 ગ્લોબમાસ્ટર વિમાન લેહ એરપોર્ટ પર ફસાયુ હોવાના અહેવાલ છે. અહેવાલો અનુસાર, આ વિમાન રન વે પર ફસાતા અન્ય વિમાનોની અવરજવર પ્રભાવિત થઈ છે.

સમાચારો અનુસાર, વિમાનમાં ટેકનિકલ ખરાબીને કારણે લેહ એરપોર્ટના રન પર ફસાયુ છે. વિમાન ફસાતા એરપોર્ટ પર આવતી અન્ય ફ્લાઈટ પ્રભાવિત થઈ છે અને આવતી-જતી તમામ ફ્લાઈટને કેન્સલ કરવામાં આવી છે.

C-17 Globemaster

જણાવી દઈએ કે, લેહ એરપોર્ટ પર પ્લેન ટેકઓફ અને લેન્ડ કરવા માટે માત્ર એક જ રનવે છે. એક જ રન વે હોવાને કારણે મોટી મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. વાયુસેનાના C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટમાં ખામી સર્જાતા હવે ખામી સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ભારતીય વાયુસેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વાયુસેનાનું સી-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ લેહ એરપોર્ટના રનવે પર અટવાયું છે. વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે, C-17 ગ્લોબમાસ્ટરના કારણે રનવે બ્લોક થયો છે અને તેના કારણે અહીં એરક્રાફ્ટનું ટેકઓફ અને લેન્ડિંગ થઈ શકે તેમ નથી.

અધિકારીઓ અનુસાર, સમસ્યાના ઉકેલ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી કે બુધવારે સવાર સુધીમાં ફરી રનવે શરૂ થઈ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X