કાશ્મીરમાં સેનાનું ચીતા હેલિકોપ્ટર ક્રેશ, રેસ્ક્યુ ઓપરેશ શરૂ

જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝમાં શુક્રવારે એક મોટી દુર્ઘટના થઈ, જ્યાં ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું. જે બાદ એરફોર્સ અને ઈન્ડિયન આર્મીની રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. હજુ સુધી પાઈલ

જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝમાં શુક્રવારે એક મોટી દુર્ઘટના થઈ, જ્યાં ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું. જે બાદ એરફોર્સ અને ઈન્ડિયન આર્મીની રેસ્ક્યુ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. હજુ સુધી પાઈલટ અને કો-પાઈલટ વિશે કોઈ માહિતી મળી નથી.

Jammu kashmir

મળતી માહિતી મુજબ, હેલિકોપ્ટર ગુરેઝના તુલૈલ વિસ્તારમાં નિયમિત ઉડાન ભરી રહ્યું હતું. આ દરમિયાન તેનો એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો હતો. બાદમાં જાણવા મળ્યું હતું કે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ પછી બચાવ ટીમને ગુજરાન નાલા વિસ્તારમાં મોકલવામાં આવી હતી. હેલિકોપ્ટરમાં સવાર લોકો વિશે હજુ સુધી કોઈ માહિતી નથી.

ગયા વર્ષે પણ અકસ્માત થયો હતો

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. તે દરમિયાન હેલિકોપ્ટર પટનીટોપ વિસ્તારમાં નિયમિત ઉડાન પર હતું, જ્યાં ખરાબ હવામાનને કારણે તે પર્વત સાથે અથડાયું હતું. આ દુર્ઘટનામાં સેનાના બે પાયલોટ શહીદ થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X