જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર
જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાં સેના આતંકવાદીઓ વચ્ચે સતત અભિયાન ચલાવી રહી છે. દરરોજ સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ રહી છે અને પાછલા કેટલાક દિવસોમાં ડઝનેક આતંકવાદીઓને સેનાએ ઠાર માર્યા છે. આજે ફરી એકવાર જમ્મુ કાશ્મીરના સોપોરના હર્દશિવ વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલી રહ્યું છે. જો કે હજી સુધી આ વાતની જાણકારી નથી મળી શકી કે વિસ્તારમાં કેટલાક આતંકી છૂપાયા છે, સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.

અગાઉ મંગળવારે પુલવામાના બાદજૂ વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યું કે આ પરેશનમાં સેના અને પોલીસના જવાબ સામેલ છે. એનકાઉન્ટરમાં બે આતંકવાદીઓને સુરક્ષાકર્મીઓએ ઠાર કરી દીધા છે. સેનાએ આંતકીઓ પાસેથી 2 એકે-4 જપ્ત કરી લીધી છે. જ્યારે આ એનકાઉન્ટર દરમિયાન એક જવાન પણ ઘાયલ થઇ ગયો હતો, જેને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો છે, જ્યાં તે વીરગતિ પ્રાપ્ત થઇ ગયો.
સોમવારે પણ અનંતનાગના વેરીનાગ કાપરાન વિસ્તારમાં સેનાએ કેટલાક આતંકવાદીઓને ઘેરી લીધા હતા અને જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથઢામણ થઇ હતી. પાછલા કટેલાક દિસોમાં સેનાએ ઘાટીમાં ડઝનેક આતંકવાદીઓને એનકાઉન્ટરમાં ઠાર માર્યા છે. રવિવારે સેનાએ શોપિયામાં એનકાઉન્ટર દરમિયાન ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જ્યારે સેનાએ શુક્રવારે બે અલગ અલગ એનકાઉન્ટરમાં આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સનાએ શોપિયાં જિલ્લાના મુનંદ વિસ્તારમાં 5 આતંકવાદીઓને ઠાર માર્યા છે. શ્રીનગરમાં સનાની પીઆરઓએ આ વાતની જાણકારી આપતા જણાવ્યું હતું કે ઓપરેશનમાં 5 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. જ્યારે જમ્મુ કાશ્મીરના અવતિપોરાના પંપોરના મીજ ગામમાં પણ સેન્ય એનકાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા હતા.












Click it and Unblock the Notifications
