જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં સેનાનું એન્કાઉન્ટર, 3 આતંકીઓ ઢેર!
જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. એક તરફ આતંકીઓ સામાન્ય લોકોને નિશાન બનાવીને હત્યા કરી રહ્યા છે તો બીજી તરફ સેના સાથે પણ મુઠભેડ ચાલતી રહે છે.
જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. એક તરફ આતંકીઓ સામાન્ય લોકોને નિશાન બનાવીને હત્યા કરી રહ્યા છે તો બીજી તરફ સેના સાથે પણ મુઠભેડ ચાલતી રહે છે. હવે અવંતીપોરામાં ભારતીય સેના અને કાશ્મીર પોલીસના જવાનો સાથે આતંકીઓની મુઠભેડના સમાચાર છે.

ADGP કાશ્મીરના જણાવ્યા અનુસાર, અવંતીપોરા એન્કાઉન્ટરમાં 3 આતંકીઓ માર્યા ગયા છે, આ આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે. એડીજીપીએ કહ્યું કે, સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓમાંથી એક લશ્કર-એ-તૈયબાનો એફટી અને એક સ્થાનિક આતંકવાદી મુખ્તિયાર ભટ છે, જેણે CRPFના એક ASI અને RPFના બે જવાનોની હત્યા સહિત અનેક આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યો હતો.












Click it and Unblock the Notifications
