જમ્મુ કાશ્મીરના પુંછમાં સેનાનું એન્કાઉન્ટર, ત્રણ આતંકવાદીને ઘેર્યા
Army encounter in Poonch: જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આતંકવાદી ગતિવિધિમાં સતત વધારો થઈ રહ્યો છે. કિશ્તવાડા બાગ હવે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, સુરક્ષાકર્મીઓએ લશ્કર એ તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા છે. બારામુલ્લામાં શનિવારના રોજ સુરક્ષાકર્મીઓએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા.
નોંધનીય છે કે, આ પહેલા શુક્રવારના રોજ કિશ્તવાડ જિલ્લાના ચત્રુ ગામમાં આતંકીઓ સાથેની અથડામણમાં બે જવાન શહીદ થયા હતા અને અન્ય બે ઘાયલ થયા હતા.

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુરક્ષાકર્મીઓએ લશ્કર એ તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા છે. બારામુલ્લામાં શનિવારના રોજ સુરક્ષાકર્મીઓએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા.
અત્રે નોંધનીય બાબત છે કે, જમ્મુના કઠુઆ અને સાંબા જિલ્લામાં બીજા અને ત્રીજા તબક્કામાં અનુક્રમે 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાવાની છે.
શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ ક્ષેત્રના ડોડા જિલ્લામાં ભાજપના ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ ચૂંટણી રેલી યોજી હતી. જમ્મુ-કાશ્મીરમાં આ તેમની પ્રથમ ચૂંટણી રેલી હતી.












Click it and Unblock the Notifications
