જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેનાનું એન્કાઉન્ટર, એક આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયન જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થઈ રહ્યા છે. એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા એક આતંકી માર્યો ગયો છે. આતંકવાદીની ઓળખ હજી થઈ નથી. કાશ્મીર ઝોન પોલીસ દ્વારા કહે

જમ્મુ-કાશ્મીરના શોપિયન જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થઈ રહ્યા છે. એન્કાઉન્ટરમાં સુરક્ષાદળો દ્વારા એક આતંકી માર્યો ગયો છે. આતંકવાદીની ઓળખ હજી થઈ નથી. કાશ્મીર ઝોન પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે શોપિયનના મેલોહોરા વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. પોલીસ અને સુરક્ષાદળો આ કાર્યવાહી કરી રહ્યા છે. આતંકવાદી હોવાની બાતમી પર સુરક્ષા દળોએ આ કાર્યવાહી શરૂ કરી છે.

Jammu kashmir

આ પહેલા 14 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરના શોપિયન જિલ્લાના ચકુરા વિસ્તારમાં એક એન્કાઉન્ટર થયો હતો. જેમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન બે આતંકીઓને ઠાર માર્યા હતા. સુરક્ષા દળોને ચકુરા વિસ્તારમાં આતંકવાદીઓના છુપાયેલા સ્થળેથી ઇનપુટ મળ્યો હતો. આ પછી સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે.

એક દિવસ અગાઉ રવિવારે દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં આતંકવાદીઓ દ્વારા ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના સહાયક સબ ઈન્સ્પેક્ટર ઘાયલ થયા છે. પુલવામા જિલ્લાના ત્રાલમાં રવિવારે સવારે સીઆરપીએફના જવાનો આ વિસ્તારમાં પેટ્રોલીંગ કરવા નીકળ્યા હતા, તે દરમિયાન અચાનક આતંકીઓએ ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: મૈસુર યુનિવર્સિટીમાં બોલ્યા પીએમ મોદી, - યુવાનોને સશક્ત કરી રહી છે રાષ્ટ્રિય શિક્ષણ નીતિ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X