સેનાએ શોધી કાઢ્યો આતંકવાદીઓનો ગઢ, હવે કરશે સફાયો
સેનાએ શોધી કાઢ્યો આતંકવાદીઓનો ગઢ, હવે કરશે સફાયો
પુલવામા હુમલાની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, આતંકવાદીઓના લોહિયાળ ષડયંત્રનો ખુલાસો થઈ રહ્યો છે. એનઆઈએની તપાસમાં મલુમ પડ્યું કે જમ્મુ-શ્રીનગરના નેશનલ હાઈવે પર 20થી 25 કિમીના વિસ્તારમાં આતંકવાદીઓનો હૉટ બેડ છે. હૉટ બેડ એટલે કે આતંકવાદીઓનો એવો વિસ્તાર કે જ્યાં તેઓ વર્ષોથી પોતાના મજબૂત મૂળિયાં જમાવીને બેઠા હોય. હવે સેના અને સુરક્ષા એજન્સીઓની નજ આ હૉટ બેડ પર છે. આ હૉટ બેડમાં જૈશના કેટલાય આતંકવાદીઓ છૂપાયા હોવાના અહેવાલ છે. આતંકીઓનો આ હૉટ બેડ પમ્પોરથી પુલવામાની વચ્ચે આવેલ છે.

રાશિદ ગાઝીની શોધખોળ હાથ ધરી
સુરક્ષાદળો પામ્પોરથી પુલવામાની વચ્ચે હાજર આ ગામોમાં પૂરા જોશ સાથે સર્ચ અભિયાન શરૂ કરી ચૂક્યાં છે. સુક્ષા બળોનો પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડ રાશિદ ગાઝી અને કામરાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે. માનવામાં આવે છે કે રાશિદ ગાઝીએ જ આ હુમલામાં ફિદાયીન બનેલ આદિલ ડારને વિસ્ફોટક લગાવવા અને તેને વિસ્ફોટ કરવાની ટ્રેનિંગ આપી હતી. અફઘાનમાં મજુહિદ્દીન રહા ગાઝી આઈઈડી એક્સપર્ટ માનવામાં આવે છે. ખુફિયા એજન્સીઓનું માનીએ તો 11 ફેબ્રુઆીએ પુલવામાના રત્નીપુરા ગામમાં સેનાની સાથે મુઠભેડમાં રાશિદ ગાઝી બચીને ભાગી નીકળ્યો હતો. આ મુઠભેડમાં એક સ્થાનીય આતંકી મૃત્યુ પામ્યો હતો જ્યારે ત્રણ આતંકીઓ જીવ બચાવીને ભાગી નીકળ્યા હતા.

સેનાએ તપાસ હાથ ધરી
આ વિસ્તારને ઝીરો-ઈન કરવા માટે સેના અને સુરક્ષા એજન્સીઓએ સુરક્ષા દળ અને રોડ ઓપરેટિંગ પા્ટી પર થયેલ જૂના હુમલાને ધ્યાનમાં રાખ્યા છે. આ હુમલાઓને મેપ પર નાખવામાં આવે તો માલુમ પડે છે કે 2014થી 2018 દરમિયાન 20-15 કિમીના વિસ્તારમાં કુલ 10 હુમલા થયા છે.

કૉલ ડિટેલ્સની તપાસ થશે
આ જાણકારી મળ્યા બાદ NIA પુલવામાથી પામ્પોર વચ્ચે હાજર 20-25 કિમીના મોબાઈલ ટાવરથી વિસ્તારમાં કરવામાં આવેલ સંદિગ્ધ ફોન કોલની પણ ડિટેલ તપાસવામાં આવી રહી છે. એનઆઈએની ટીમ હવે પામ્પોરથી પુલવામા વચ્ચે સેનાના કાફલા પર થયેલ 10 હુમલાની રીતને એક્ઝામિન કરી રહી છે. જેથી કીને આ હુમલાના તાર એકબીજા સાથે જોડી શકાય.

સર્ચ અભિયાન શરૂ
સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ NIA પુલવામામાં થયેલ આત્મઘાતી હુમલાના 2 દિવસ પહેલાથી ઘાટીના તમામ ટેગ્રામ મેસેજ, ઈન્ટરનેટ કોલ ડિટેલ ખોળી રહી છે. સૂત્રો જણાવે છે કે NIA જૈશ-એ-મોહમ્મદના ટેલીગ્રામ ચેનલ અંસાર-એ-જૈશના તમામ વીડિયો અને ઑડિયો મેસેજની ડિટેલ પણ શોધીને તેમાં છૂપાયેલ સંદેશા વાંચવાની કોશિશ કરી રહી છે.












Click it and Unblock the Notifications
