Cheetah Helicopter Crash: અરૂણાચલ પ્રદેશમાં સેનાનુ હેલિકોપ્ટર ક્રેશ, 1 પાયલટનુ મોત
આજે ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બન્યું છે. રિપોર્ટ અનુસાર સેનાનુ હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં ક્રેશ થયું છે. સેનાના અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં એક પાયલોટનું મોત થયું છે. જો કે હજુ સ
આજે ભારતીય સેનાનું ચિતા હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બન્યું છે. રિપોર્ટ અનુસાર સેનાનુ હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં ક્રેશ થયું છે. સેનાના અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં એક પાયલોટનું મોત થયું છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે અકસ્માત ક્યાં કારણોસર થયો હતો. મૃતક પાયલોટની વિગતો હજુ બહાર આવી નથી.

ભારતીય સેનાના એક અધિકારીએ જણાવ્યું કે તવાંગના ફોરવર્ડ વિસ્તારમાં આજે સવારે 10 વાગ્યાની આસપાસ નિયમિત ઉડાન ભરી રહી હતી. સેનાનુ ચિતા હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ઘાયલ બંને પાયલટને નજીકની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક પાઈલટ લેફ્ટનન્ટ કર્નલ સૌરભ યાદવનું મૃત્યુ થયું હતું. તેમની હાલત અત્યંત ગંભીર હતી. જ્યારે અન્ય પાયલોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ક્રેશનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.












Click it and Unblock the Notifications
