For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર્વ જનરલ વી.કે સિંહ પર આરોપોનો ગાળીયો, સેનાએ કરી તપાસની માંગ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર : સેનાએ રક્ષામંત્રાલયને જનરલ વી.કે સિંહ દ્વારા બનાવવામાં આવેલ 'સિક્રેટ ઇન્ટેલિસન્સ યુનિટ'ની એક્ટિવિટીઝની ઉચ્ચસ્તરીય તપાસના આદેશનો આગ્રહ કર્યો છે. સેનાને શંકા છે કે આ યુનિટે 'અનઓથોરાઇઝ્ડ એક્ટિવિટીઝ' અને ફાઇનાન્સિયલ ગડબડ કરી છે. આ સમાચારો પર જનરલ વી.કે. સિંહે જણાવ્યું કે આ અંદરોઅંદરના ઝઘડાઓનું પરિણામ છે.

તેમણે જણાવ્યું કે કેટલાંક લોકો મારા દ્વારા દેશના પૂર્વ સૈનિકોના હિતો માટે નરેન્દ્ર મોદીની સાથે એક મંચ પર બેસતા અમુક લોકોને ગમ્યું નથી. તેમણે જણાવ્યું કે જો કોઇએ આ યુનિટની સામે તપાસની માંગ કરી છે તો તે વ્યક્તિ પાયાવિહોણી વાત કરી રહ્યો છે. પૂર્વ આર્મી ચિફે જણાવ્યું કે આ અભિયાન સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવા માટે હતું.

સૂત્રો અનુસાર રક્ષામંત્રાલયના સીનિયર ઓફિસરોની ગેરકાનૂની રીતે ફોન ટેપિંગ કરવાના આરોપી 'ટેક્નિકલ સપોર્ટ ડિપાર્ટમેન્ટ' અંગે સેનાનો રિપોર્ટ હાલમાં જ રક્ષામંત્રાલયને સોંપવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં સિક્રેટ ઇન્ટેલિજન્સ યુનિટની ગતિવિધિયો પર શંકા વક્ત કરી છે. જોકે આ મામલે સેના હેડક્વાર્ટરે જણાવ્યું કે તેમની તરફથી આ કેસ બંધ છે. તે આ મુદ્દે કોઇ ટિપ્પણી કરવા નથી માગતુ.

modi
સૂત્રોની માનીએ તો સેના પોતાની તરફથી આ યુનિટની સામે તપાસ કરવા નથી માંગતી કારણ કે પોતાના પૂર્વ જનરલની સામે કાર્યવાહી થતા નથી જોવા માંગતી. ઉલ્લેખનીય છે કે આ રિપોર્ટ જનરલ વિક્રમ સિંહ દ્વારા ગઠિત બોર્ડ ઓફ ઓફિસર્સ તરફથી સૈન્ય અભિયાનના મહાનિર્દેશક લેફ્ટિનેન્ટ જનરલ વિનોદ ભાટિયાએ તૈયાર કર્યું.

સૂત્રોનું કહેવું છે કે ભાટિયા દ્વારા સોંપવામાં આવેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યુનિટ 'અનઓથોરાઇઝ્ડ એક્ટિવિટીઝ'માં સામેલ રહી છે. જ્યારે અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર અનુસાર સેનાને શંકા છે કે આ યુનિટે જમ્મુ-કાશ્મીર સરકારની સત્તા પલટાવવા અને વિક્રમ સિંહને રોકવાની કોશીશ કરી હતી.

English summary
Army seeks probe into actions of General V K Singh's intelligence unit?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X