લદાખમાં સેનાનુ વાહન ઉંડી ખાઇમાં પડ્યુ, 9 જવાન શહીદ
લદ્દાખમાંથી દર્દનાક સમાચાર સામે આવ્યા છે. અહીં સેનાનું વાહન ઉંડી ખાઈમાં પડીને અકસ્માતનો ભોગ બન્યુ હતું. જેમાં 9 જવાનો શહીદ થયા હતા.
દુર્ઘટના વિશે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે લદ્દાખમાં સેનાનું વાહન ઊંડી ખીણમાં પડી ગયું. આ દુર્ઘટનામાં સેનાના 9 જવાનોના શહીદ થયાના સમાચાર છે.

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં શનિવારે સાંજે ભારતીય સેનાના વાહનને મોટો અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ રાજધાની લેહ પાસે ક્યારી શહેરથી થોડા અંતરે સેનાનું વાહન ઊંડી ખીણમાં પડી ગયું હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં સેનાના 9 જવાનોના શહીદ થવાની આશંકા છે. જ્યારે એક જવાન ઘાયલ થવાના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં શહીદ થયેલા જવાનોમાં એક જવાન અને 8 જેસીઓ સામેલ છે.
Eight Army personnel feared dead after their vehicle plunges into deep gorge in Ladakh: Official
— Press Trust of India (@PTI_News) August 19, 2023
સમાચાર એજન્સી એએનઆઈએ સંરક્ષણ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે ક્યારી શહેરથી 7 કિમી દૂર એક ખીણમાં તેમનું વાહન પડતાં નવ ભારતીય સૈનિકો શહીદ થયા હતા. આ ઘટનામાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. સૈનિકો કારુ ગેરીસનથી લેહ નજીક ક્યારી તરફ આગળ વધી રહ્યા હતા. આ દુર્ઘટનામાં ઘણા જવાનોને ઈજાઓ પણ થઈ છે.
અગાઉ 8 જવાન શહીદ થયાના સમાચાર હતા, પરંતુ લદ્દાખના સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે મૃતકોની સંખ્યા વધીને નવ થઈ ગઈ છે અને એક જવાન ઘાયલ છે.












Click it and Unblock the Notifications
