ઉદ્ધવ ઠાકરેના શપથગ્રહણમાં આત્મહત્યા કરેલ ખેડૂત પરિવારોને પણ આમંત્રણ
મહારાષ્ટ્રમાં આત્મહત્યા કરેલ ખેડૂતોના પરિજનોને પણ ઉદ્ધવના શપથગ્રહણ સમારંભમાં આમંત્રણ મોકલવામાં આવ્યુ છે.
મહારાષ્ટ્રમાં આજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. વળી, ગઠબંધનમાં શામેલ ત્રણે પક્ષો (શિવસેના-કોંગ્રેસ અને એનસીપી)ના બે-બે નેતા મંત્રી પદના શપથ લેશે. ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રનુ પદ ગ્રહણ કરનાર ઠાકરે ખાનદાનના પહેલા સભ્ય છે. શપથ ગ્રહણ સમારંભ મુંબઈના શિવાજી પાર્કમાં આજે સાંજે 6.40 વાગે થશે.
|
ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણમાં 400 ખેડૂતોને આમંત્રણ
આ શપથ ગ્રહણ સમારંભને ઐતિહાસિક બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ ભવ્ય આયોજનમાં શામેલ થવા માટે ઘણા દિગ્ગજોને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. વળી, રાજ્યમાં આત્મહત્યા કરી ચૂકેલ ખેડૂતોના પરિજનોને પણ ઉદ્ધવના શપથગ્રહણ સમારંભમાં આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. આ વિશે વાત કરતા શિવસેના નેતા વિનાયક રાઉતે કહ્યુ કે ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારંભમાં મહારાષ્ટ્રના અલગ અલગ જિલ્લાના લગભગ 400 ખેડૂતોને આમંત્રિત કરવામાં આવ્યા છે. ખેડૂતોને સમ્માન આપવા માટે, આત્મહત્યા કરનાર ખેડૂતોના પરિજનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.
|
6000 સ્ક્વેર ફીટનો મંચ
તમને જણાવી દઈએ કે શિવાજી પાર્કમાં 6000 સ્ક્વેર ફીટનો મંચ બનાવવામાં આવ્યો છે, અહીં 100 ખુરશીઓ લગાવવામાં આવશે. વળી, લોકો સરળતાથી શપથગ્રહણ સમારંભ જોઈ શકે તેના માટે 20 એલઈડી લગાવવામાં આવશે.
આ પણ વાંચોઃ

જયંત પાટિલ અને છગન ભુજબળ લઈ શકે છે શપથ
સૂત્રો મુજબ એનસીપી તરફથી જયંત પાટિલ અને છગન ભુજબળ કે અજિત પવાર શપથ લઈ શકે છે. વળી, શિવસેના તરફથી સુભાષ દેસાઈ અને એકનાથ શિંદે મંત્રી પદના શપથ લેશે. જ્યારે કોંગ્રેસ તરફથી બાલાસાહેબ થોરાટ અને પૂર્વ સીએમ અશોક ચવ્હાણ શપથ લેશે. 3 ડિસેમ્બરે બહુમત સાબિત કર્યા બાદ આગળ મંત્રીમંડળનો વિસ્તાર થશે. તેમણે કહ્યુ કે સ્પીકર કોંગ્રેસ પાર્ટીના હશે જ્યારે ડેપ્યુટી સીએમ અને ડેપ્યુટી સ્પીકર એનસીપીના હશે.












Click it and Unblock the Notifications
