For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Article 370: કાશ્મીરી છોકરીએ કરી કંઈક આવી અપીલ, જુઓ વીડિયો

Article 370: કાશ્મીરી છોકરીએ કરી કંઈક આવી અપીલ, જુઓ વીડિયો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મોદી સરકારે ઐતિહાસિક પગલું ઉઠાવતા જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાનો ફેસલો કર્યો હતો. મોદી સરકારનું કહેવું છે કે આ ફેસલાથી ઘાટીમાં શાંતિ સ્થાપિત કરવામાં મદદ મળશે, જ્યારે કેટલાય વિપક્ષી દળોએ સરકારના આ ફેસલાનો વિરોધ કર્યો. તેમનું કહેવું છે કે સરકારે આ કાનૂન લાવતા પહેલા કોઈ વિમર્શ ન કર્યો, સરકારને કાશ્મીરના લોકો સાથે વાત કરવી જોઈતી હતી. વિપક્ષના આ આરોપોની વચ્ચે એક કાશ્મીરી છોકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે આર્ટિકલ 370 હટાવવાના મોદી સરકારના ફેસલાનું ખુલીને સમર્થન કર્યું છે.

કાશ્મીરી છોકરીએ સરકારનું સમર્થન કર્યું

કાશ્મીરી છોકરીએ સરકારનું સમર્થન કર્યું

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ આ વીડિયોમાં કાશ્મીરી છોકરી કહે છે કે આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરનું ભવિષ્ય ઉજ્જવળ છે. તે કહે છે કે અસલી આઝાદી આર્ટિકલ 370 લાગૂ કરવામા નહિ બલકે તેને હટાવવામાં છે. કાશ્મીરના લોકોને અપીલ કરતા આ છોકરીએ કહ્યું કે તમામ લોકો ભારત સરકારના આ ઐતિહાસિક ફેસલાનું સમર્થન કરો, જે પાછલા 70 વર્ષથી અટકી પડ્યું હતું, યૂએન અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ તેને ઉકેલી નહોતી શકી.

પહેલાથી વધુ સુરક્ષિત મહેસૂસ કરી રહી છુંઃ કાશ્મીરી છોકરી

પહેલાથી વધુ સુરક્ષિત મહેસૂસ કરી રહી છુંઃ કાશ્મીરી છોકરી

તે પહેલાથી વધુ સુરક્ષિત મહેસૂસ કરી રહી છે કેમ કે જમ્મુ-કાશ્મીરનું ભવિષ્ય ઉજ્જવળ છે. આ છોકરીએ સરકારના ફેસલાને સકારાત્મક જણાવ્યો. આ છોકરીએ કહ્યું કે હવે જમ્મુ-કાશ્મીર પણ ભારત સાથે વિકાસના રસ્તે ચાલશે. હા એ સાચું છે કે હાલ લોકોથી સંપર્ક કરવામાં મુશ્કેલી થઈ રહી છે, હંુ પણ મારા સંબંધીઓને સંપર્ક નથી કરી શકતી પરંતુ પહેલાથી વધુ સુરક્ષિત મહેસૂસ કરી રહી છું. સરકારના આ ફેસલાથી હું ખુશ છું.

સરકારના ફેસલાનું સમર્થન કરો, અપીલ કરી

આ છોકરીએ કહ્યું કે કાશ્મીરના લોકો સરકારના આ ફેસલાનું સ્વાગત કરે અને સમર્થન કરે. જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટ્યા બાદ ત્યાં ભારતીય સેનાના 40 હજાર વધારાના જવાનોને તહેનાત કરી દેવામાં આવ્યા છે. ઈન્ટરનેટ સેવાઓ અને ફોન બંધ છે, બજાર બંધ છે. આ કારણે લોકોએ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે કાલે જમ્મુ કાશ્મીરથી કલમ 144 હટાવી લેવામાં આવી છે અને અહીં સ્કૂલ-કોલેજ ખુલવા લાગશે.

જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કાનૂનને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી

જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કાનૂનને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી

શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કાનૂનને શુક્રવારે મંજૂરી આપી દીધી. આની સાથે જ આને લઈ ભારતના રાષ્ટ્રપતિ તરફથી ગેજેટ નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીર રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા સાથે જોડાયેલ બિલ હવે કાનૂન બની ગયું છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ 31 ઓક્ટોબરે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશના રૂપમાં અસ્તિત્વમાં આવશે.

<strong>આર્ટિકલ 370 હટવા પર હરિયાણાના CM ખટ્ટર બોલ્યા, રસ્તો સાફ, હવે કાશ્મીરથી છોકરીઓ લાવીશુ</strong>આર્ટિકલ 370 હટવા પર હરિયાણાના CM ખટ્ટર બોલ્યા, રસ્તો સાફ, હવે કાશ્મીરથી છોકરીઓ લાવીશુ

English summary
article 370: kashmiri girl urged to people, watch video
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X