For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કલમ 370: POk રાષ્ટ્રપતિ બોલ્યા, ભારત સાથે યુદ્ધ જ એક વિકલ્પ

જમ્મુ-કાશ્મીરમાં જે રીતે આર્ટિકલ 37૦ નાબૂદ કરવામાં આવ્યો ત્યારથી પાડોશી દેશ પાકિસ્તાન સતત તેની બોખલાહટ બતાવી રહ્યુ છે. પાકિસ્તાનના વડાપ્રધાન સહિતના તમામ મંત્રીઓ અને નેતાઓ ભારતને ધમકી આપી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ-કાશ્મીરમાં જે રીતે આર્ટિકલ 37૦ નાબૂદ કરવામાં આવ્યો ત્યારથી પાડોશી દેશ પાકિસ્તાન સતત તેની બોખલાહટ બતાવી રહ્યુ છે. પાકિસ્તાનના વડાપ્રધાન સહિતના તમામ મંત્રીઓ અને નેતાઓ ભારતને ધમકી આપી રહ્યા છે. હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના રાષ્ટ્રપતિ સરદાર મસુદ ખાને કાશ્મીર વિશે મોટું નિવેદન આપ્યું છે. સરદાર મસુદ ખાને કહ્યું કે હવે કાશ્મીરને આઝાદ કરવા માટે યુદ્ધનો એકમાત્ર વિકલ્પ બાકી છે.

યુદ્ધ એકમાત્ર વિકલ્પ

યુદ્ધ એકમાત્ર વિકલ્પ

સરદાર મસુદ ખાને કહ્યું કે, હવે જમ્મુ-કાશ્મીરને ભારતથી મુક્ત કરવા માટે યુદ્ધનો વિકલ્પ જ બચ્યો છે. હવે યુદ્ધ સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. પી.ઓ.કે.ના મીરપુર ખાતેના પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફિક્લેટ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝમાં આયોજીત એક સંમેલનમાં બોલતા સરદાર મસૂદ ખાને કહ્યું કે આ યુદ્ધમાં આખો દેશ પાકિસ્તાનની સાથે મળીને ઉભા રહીને ચાલવા તૈયાર છે.

શાહે PoKને ગણાવ્યો ભારતનો હીસ્સો

શાહે PoKને ગણાવ્યો ભારતનો હીસ્સો

સરદાર મસુદ ખાને કહ્યું કે ભારત વિરૂદ્ધ યુદ્ધ પહેલા આપણે દેશમાં એકતા ઉભી કરવાની જરૂર છે અને આર્થિક અને સંરક્ષણના ક્ષેત્રમાં પાકિસ્તાનને મજબુત બનાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે આપણે આ યુદ્ધને જીતવા માટે દુશ્મનોની યોજનાઓને સંપૂર્ણ રીતે સમજવી પડશે, તે મુજબ આપણે આ યુદ્ધ માટે વ્યૂહરચના બનાવવાની જરૂર છે. જણાવી દઈએ કે તાજેતરમાં સંસદમાં દેશના ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે પીઓકે પણ ભારતનો એક ભાગ છે.

370 ખત્મ કર્યા બાદથી આપી રહ્યા છે ધમકીઓ

370 ખત્મ કર્યા બાદથી આપી રહ્યા છે ધમકીઓ

નોંધપાત્ર વાત એ છે કે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી હતી. વળી, રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું હતું. ભારત સરકારના આ નિર્ણય બાદ સરદાર મસુદ ખાને કહ્યું કે આ હુમલો માત્ર કાશ્મીર પર જ નહીં પણ આઝાદ કાશ્મીર પર પણ છે. તેમણે કહ્યું કે કાશ્મીરમાં કલમ 37૦ નાબૂદ કરવામાં આવી હોવાથી ભારત આઝાદ કાશ્મીર પર કબજો મેળવવાની અને કબજો કરવાની ધમકી આપી રહ્યો છે.

આ પહેલાં પણ આપી હતી ધમકી

આ પહેલાં પણ આપી હતી ધમકી

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાનના કોઈ નેતાએ ભારત પર હુમલો કરવાની આવી ધમકી આપી હોય. આ પહેલા ઈમરાન ખાને પણ ભારતને ધમકી આપી હતી. એટલું જ નહીં રેલ્વે મંત્રી શેખ રાશિદે કહ્યું હતું કે પાકિસ્તાન એક પાઉં જેટલો જ પરમાણુ બનાવવા માટે તૈયાર છે અને સમય આવશે ત્યારે તેનો ઉપયોગ ભારત સામે કરવામાં આવશે.

English summary
POk President Give statement, war with India is an option
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X