500-2000 ના નવા નોટ વિશે અરુણ જેટલીએ કર્યો મોટો ખુલાસો

Subscribe to Oneindia News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 500 અને 1000 ની નોટના પ્રતિબંધના નિર્ણયને નાણામંત્રી અરુણ જેટલીએ ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે વૈકલ્પિક કરંસીનું છાપકામ ખૂબ જ ગુપ્ત રીતે બહુ પહેલાથી કરવામાં આવી રહ્યુ હતુ.

arun jaitely

જેટલીએ પોતાના ઇંટરવ્યૂમાં કહ્યું કે આ નિર્ણયથી દેશની અર્થવ્યવસ્થાને ઘણો ફાયદો થવાનો છે, આ નિર્ણયથી દરેક રાજ્યને પણ ઘણો ફાયદો થશે. લોકો હવે ખરીદ-વેચાણ એક નંબરમાં કરશે જેનો સીધો લાભ રાજ્યોને થશે. આ નિર્ણય સાચી દિશાનો મોટો નિર્ણય છે, જેને બહુ પહેલા લેવાનો હતો, આ નિર્ણય અર્થવ્યવસ્થા પર બહુ મોટી સકારાત્મક અસર પાડશે.


જેટલીના ઇંટરવ્યૂના મુખ્ય અંશ

• હવે 1000 રુપિયાની નોટ નહિ હોય.


• રાજકીય ફંડિંગ આના કારણે આગળ વધશે.


• આ નિર્ણયની એક મોટી રાજકીય અસર એ થશે કે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક બનશે.


• અમે નથી ઇચ્છતા કે હોસ્પિટલ અને અન્ય જગ્યાઓ કાળુનાણુ સફેદ કરવાના અડ્ડા બને.


• જે લોકો એ કહી રહ્યા છે કે થોડો સમય આપવામાં આવવો જોઇએ તે લોકો કાળાનાણાને વ્હાઇટમાં ફેરવવા માંગે છે.


• જે લોકો પાસે 25-50 હજાર રુપિયા છે તેમને કોઇ મુશ્કેલી નહિ નડે, તેઓ પોતાના પૈસા બેંકમાં જમા કરાવી શકે છે.


• જો જમા કરાવેલા પૈસા કાયદેસરના છે તો તેના પર તમારે ટેક્સ આપવો પડશે પરંતુ જો ગેરકાયદેસર હશે તો કાર્યવાહી થશે.


• તમારી પૈસા ગમે તેટલા પૈસા હોય તમે બેંકમાં જમા કરાવી શકો છો પરંતુ તમારે ટેક્સ ચૂકવવો પડશે.


• કેશ મની સપ્લાઇ ઓછી થશે, ઓફિશિયલ ટ્રાંઝેક્શન વધશે, જેનાથી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ પર અસર પડશે.


• જે ક્ષેત્રોમાં એવુ ચાલતુ હતુ કે આટલુ કાચુ હશે, આટલુ પાકુ હશે, આટલુ કેશ આપીશુ, આટલુ બેંકમાંથી આપીશુ, તે બધુ બંધ થશે.


• અર્થવ્યવસ્થાની મદદ માટે બેંકમાં પૈસા વધશે.


• તમને કાળાનાણાથી છૂટકારો મળશે, ભ્રષ્ટાચારથી છૂટકારો મળશે. અન્ય અપરાધોથી છૂટકારો મળશે.


• દેશમાં લોકોને ચેક અને પ્લાસ્ટિક મની દ્વારા કામ કરવાની આદત પડશે.


• નકલી પૈસા, આતંકના પૈસા મોટી નોટોમાં હતા, આ નિર્ણયથી આ બધુ ખતમ થઇ જશે.


• નાની કરંસી તો ચાલતી રહેશે પરંતુ 85% કરંસી 500 અને 1000 રુપિયાની થઇ ગઇ હતી.


• બેંકમાં રાખશો તો પૈસા વધુ સુરક્ષિત રહેશે, તેના પર ટેક્સ પણ નહિ આપવો પડે, વ્યાજ પણ મળશે.


• છેલ્લા ઘણા મહિનાઓથી વૈકલ્પિક કરંસી છપાઇ રહી હતી પરંતુ તે ગુપ્ત હતુ.


• કોઇ પણ પ્રકારની તકલીફ પડશે તે વાત પાયાવિહોણી છે.


• જનધન યોજના પછી દેશમાં લગભગ બધા લોકો પાસે બેંકમાં ખાતુ છે અને જેમની પાસે નથી તે 5 મિનિટમાં બેંક ખાતુ ખોલાવી શકે છે.

English summary
Arun Jaitely exposes that alternative currency was in printing process. He says it was done secretly for long time.
Please Wait while comments are loading...