રૂપિયા 2000 નોંટ અંગે અરુણ જેટલીનુ મહત્વનુ નિવેદન

Written By:
Subscribe to Oneindia News

દેશના નાણાં પ્રધાન અરુણ જેટલીએ 2,000 રૂપિયાની નોટ અંગે મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે લોકસભામાં રૂ 2000 નોટ અંગે ઉભી થતી મૂંઝવણમાં સાફ કહ્યું કે, 2000 રૂપિયાની નોટ બંધ કરવામાં નહીં આવે. નોંધનીય છે કે, 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાને નોટબંધીનો નિર્ણય લીધા બાદ 2000 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી તથા 500-1000 રૂપિયાની જૂની ચલણી નોટો બંધ કરવામાં આવી હતી.

2000note

લોકસભામાં અરુણ જેટલીએ આ અંગે નિવેદન આપતાં કહ્યું કે, 2000 રૂપિયા નોટ પાછી ખેંચવાનો કોઇ પ્રસ્તાવ નથી. લોકસભામાં એક લેખિત જવાબમાં તેમણે જણાવ્યું કે, 500-1000ની પ્રતિબંધિત નોટોમાં 12.44 લાખ કરોડ રૂપિયા આરબીઆઈમાં જમા થયા છે.

તેમને જણાવ્યું કે, 3 માર્ચ, 2017 ના રોજ દેશમાં આ સમયે 12 લાખ કરોડ રૂપિયાનું ચલણ બજારમાં છે, જ્યારે 27 જાન્યુઆરી, 2017 શુધી 9.921 લાખ કરોડ રૂપિયાનું ચલણ બજારમાં હતું. અરુણ જેટલીએ જણાવ્યું કે, નોટબંધીનાો નિર્ણય કાળા નાણાં, નકલી નોટોને ખાતમો કરવા માટે લેવામાં આવ્યો હતો, જેનાથી આતંકી ફંડિગ રોકી શકાય.

English summary
Arun jaitley says no proposal to withdraw new rs 2000 notes
Please Wait while comments are loading...