For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહને કેજરીવાલની ચેલેન્જ, કહ્યું- મોદી કરતા 10 ગણું કામ કર્યું

મોદી કરતા અમે વધુ કામ કર્યાંઃ કેજરીવાલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ફરી એકવાર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે અને વિકાસના કામોને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ખુલ્લો પડકાર ફેંક્યો છે. કેજરીવાલે કહ્યું કે અમે અમિત શાહને દિલ્હીની જનતા સામે ખુલ્લી ડિબેટ કરવાની ચેલેન્જ આપી રહ્યા છીએ.

કેજરીવાલે શાહને આપી ચેલેન્જ

કેજરીવાલે શાહને આપી ચેલેન્જ

અરવિંદ કેજરીવાલે આ અંગે એક ટ્વીટ પણ કર્યું હતું જેમાં એમણે લખ્યું કે શાહજી મોદીજીએ જેટલાં કામ ચાર વર્ષમાં કર્યાં છે એનાથી 10 ગણા કામ અમે કર્યાં છે. મોદીજીએ જેટલાં જનવિરોધી અને ખોટાં કામ કર્યાં તેવાં અમે એકપણ કામ નથી કર્યાં. હું તમને ચેલેન્જ આપું છું. આવો આ જ રામલીલા મેદાનમાં આના પર ખુલ્લી ડિબેટ થઈ જાય.

મોદી સરકારથી 10 ગણું કામ કર્યું

પોતાના ટ્વીટમાં કેજરીવાલે આગળ લખ્યું કે તમને દિલ્હીના લોકોએ બે જ કામ આપ્યાં હતાં. સફાઈ અને પોલીસ, તમે બંને કામ ન સંભાળી શક્યા. ના તમે દિલ્હીની સફાઈ કરી શકો છો ના તમે પોલીસ સંભાળી શકો છો. દિલ્હીવાળાઓેએ અમને પાણી, વીજળી, શિક્ષણ અને હોસ્પિટલની જવાબદારી આપી હતી. આમાં થયેલાં સારાં કામોનો ડંકો આજે દુનિયાભરમાં વાગી રહ્યો છે.

અમિત શાહે દિલ્હી સરકાર પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો

અમિત શાહે દિલ્હી સરકાર પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો

અગાઉ રામલીલા મેદાનમાં પૂર્વાંચલના લોકોને સંબોધિત કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દિલ્હી સરકાર પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રીનો એક જ મંત્ર છે જૂઠું બોલવું અને વારંવાર જૂઠ બોલી રહ્યા છે.

વિજેન્દ્ર ગુપ્તાએ કેજરીવાલને આપી ચેલેન્જ

કેજરીવાલના આ ચેલેન્જ પર વિધાનસભા નેતા વિજેન્દ્ર ગુપ્તાએ ટ્વીટ કરી કેજરીવાલે ખોટાબોલા કહી દીધા, એમણે લખ્યું કે અરે કેજરીવાલ હું તમને ચેલેન્જ આપું છું વિધાનસભા સત્ર બોલાવી લો. ત્યાં તો તમારા 70માંથી 66 ધારાસભ્યો છે. હું તમારા ખોટા વિકાસની પોલ ખોલીશ. દિલ્હીના જનતાની સામે તમારું જૂઠ લાવીશ. આ પણ વાંચો-ગાંધીનગરમાં બે દિવસ સુધી દબાણ અને સિલિંગના મુદ્દે વેપારીઓનું બંધનું એલાન

English summary
Delhi Chief Minister Arvind Kejriwal on Sunday challenged BJP president Amit Shah to a public debate, following a heated exchange of words that ended up turning into a comparison between the Modi government at the centre and the AAP administration in New Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X