લોકપાલ બિલ મુદ્દે અણ્ણા અને કેજરીવાલ સામસામે
નવી દિલ્હી/રાલેગણ સિદ્ધિ, 16 ડિસેમ્બર: સંસદમાં વિચારાધીન લોકપાલ બિલ પર સામાજિક કાર્યકર્તા અણ્ણા હઝારે અને તેમના પૂર્વ સહયોગી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી વચ્ચે મતભેદો સામે આવી રહ્યા છે. કેજરીવાલ આ સરકારી બિલને લઇને નાખુશ છે જ્યારે અણ્ણા ખુશ છે. કેજરીવાલે જણાવ્યું કે સરકારી લોકપાલ બિલથી તો મંત્રીઓ તો શું કોઇ ઉંદર પણ જેલમાં ના જઇ શકે.
અણ્ણા હઝારેએ જણાવ્યું કે સરકાર લોકપાલ બિલને હોબાળાની વચ્ચે પણ પાસ કરે અને બાદમાં સંશોધન રજૂ કરે. આપે વિચારાધીન વિધેયકને રદીયો આપતા જણાવ્યું કે આનાથી ભ્રષ્ટાચાર રોકાશે નહીં, પરંતુ આનાથી ભ્રષ્ટાચારીઓને સંરક્ષણ મળશે.
પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં આમરણ ઉપવાસ પર બેઠેલા અણ્ણા હઝારેએ જણાવ્યું કે હું કહેવા માગીશ કે કેટલાક રાજકીય દળો વિક્ષેપ ઉભો કરે તો હોબાળા સાથે આ બિલને પાસ કરી દો. આ પહેલા પણ ઘણા બિલ હંગામા સાથે પાસ કરેલા છે. અને જરૂર જણાય તો સરકાર સત્રને લંબાવે. વિધેયક અંગે અરવિંદ કેજરીવાલે કરેલી ટિપ્પણી અંગે પૂછાતા અણ્ણાએ જણાવ્યું કે મે આ બિલના ડ્રાફ્ટને વાંચ્યો છે, લગભગ તેમમે વાંચ્યો નહીં હોય. કેજરીવાલે જણાવ્યું હતું કે અણ્ણાને તેના પ્રાવધાનો અંગેની જાણકારી નથી.

લોકપાલ બિલ લોકસભામાં પાસ થઇ ચૂક્યું છે અને રાજ્યસભાની પ્રવર સમિતિએ તેમાં સંશોધન માટે અને શુક્રવારે આ બિલને ચર્ચા માટે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું છે. રાજ્યસભામાં પાસ થઇ ગયા બાદ મંજૂરી માટે તેને લોકસભામાં મોકલવામાં આવશે.












Click it and Unblock the Notifications
