Arvind Kejriwal Bail: જેલમાંથી બહાર આવશે અરવિંદ કેજરીવાલ, સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
Arvind Kejriwal Bail: દિલ્હી લિકર કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવેલા દિલ્હીના મુખ્યમંત્રીએ ED દ્વારા પોતાની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે.
આ અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે, કોર્ટ ચૂંટણી પ્રચારને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા પર વિચાર કરી શકે છે. આજે સુપ્રીમ કોર્ટે આ જ જામીન પર પોતાનો ચુકાદો આપ્યો છે.
1 જૂન સુધી વચગાળાના જામીન મંજૂર કર્યા છે - અરવિંદ કેજરીવાલને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને 1 જૂન સુધી વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટી ભારત સરકાર પર અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન સામે ED દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામા અંગે બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવી રહી છે.

મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે, ભારત સરકાર બેવડા ધોરણો અપનાવી રહી છે. તમે અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર રોક લગાવી રહ્યા છો, પરંતુ કોલસા કૌભાંડ કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રેની સજા પર રોક લગાવી દીધી છે. એવું કહી શકાય કે, ઇડી ભાજપ માટે કામ કરી રહી છે.
હાઈકોર્ટ બાદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા - હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાની ધરપકડને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી.
આ અરજી પણ હાઈકોર્ટે ફગાવી દીધી - અરવિંદ કેજરીવાલે આને પડકારતા કહ્યું હતું કે, ધરપકડનો સમય ખોટો છે. ત્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે જો તમે વારંવાર સમન્સ મોકલવા છતાં હાજર ન થાવ તો ઈડી પાસે આ છેલ્લો વિકલ્પ હતો. એમ કહીને કોર્ટે અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી.












Click it and Unblock the Notifications
