કેજરીવાલ બન્યા પાકિસ્તાની મીડિયાના હીરો, જાણો કેવી રીતે?

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજકાલ પાકિસ્તાની મીડિયામાં હીરો બનેલા છે. તેનું કારણ છે એ વીડિયો, જેમાં તેમણે કહ્યું છે કે પીએમ મોદીએ પાકિસ્તાન તરફથી ફેલાવાઇ રહેલા ખોટા પ્રચારનો મુહતોડ જવાબ આપવો જોઇએ. તમને જણાવી દઇએ કે 29 સપ્ટેમ્બરે ભારત તરફથી સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી, જે અંતર્ગત 7 આતંકવાદી છાવણીઓને નિશાન બનાવીને આશરે 38 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.

Arvind Kejriwal becomes hero of pakistani media after video release

ત્યારબાદથી પાકિસ્તાન સતત એ વાતનો દાવો કરી રહ્યું છે કે ભારત તરફથી આવી કોઇ સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવી નથી. પાકિસ્તાને એક વીડિયો પણ રિલીઝ કર્યો હતો જેમાં તેણે ભારતીય સેનાનો યુનિફોર્મ પહેરેલા લોકોને બતાવ્યા
હતા, જેમને મારવાનો દાવો કરવામાં આવ્યો હતો.જે બાદ કેજરીવાલે મોદીને સેલ્યુટ કરી એક વીડિયો જાહેર કર્યો છે જેમાં તેમણે સૌથી પહેલા પીએમ મોદીને મજબૂત ઇચ્છાશક્તિ માટે સલામ કર્યા છે અને પછી વિનંતી કરી કે તે પાકિસ્તાન તરફથી ફેલાવાઇ રહેલા ખોટા પ્રચારનો મુહતોડ જવાબ આપે.

પાકિસ્તાની મીડિયાએ કેજરીવાલના આ વીડિયોને લઇને મોદી પર નિશાન સાધ્યું છે અને કેજરીવાલને હીરો બનાવી દીધા છે.પાકિસ્તાની મીડિયાએ કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ સર્જીકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવી રહ્યા છે અને તેના પુરાવા માંગી રહ્યા છે.

Arvind Kejriwal becomes hero of pakistani media after video release

આંતરરાષ્ટ્રીય પત્રકારોએ પણ ઉઠાવ્યા સ્ટ્રાઇક પર સવાલ

તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલા જ પાકિસ્તાની સેના સીએનએન, બીબીસી, વીઓએ, રૉયટર, એપી, એએફપી અને ન્યૂઝવીક જેવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પત્રકારોને એ સ્થળ પર લઇ ગઇ હતી, જ્યાં ભારત તરફથી સર્જીકલ સ્ટ્રાઇક કરાઇ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પત્રકારોએ પણ જ્યારે એ સ્થળની તપાસ કરી તો તેમને પણ સર્જીકલ સ્ટ્રાઇકના કોઇ પુરાવા મળ્યા નહિ. એવામાં એમ પણ બની શકે કે પાકિસ્તાને પુરાવાનો નાશ કરી દીધો હોય. જો એમ ન હોય તો ખરેખર પીએમ મોદીને હીરો બનાવનાર સર્જીકલ સ્ટ્રાઇક પર એક પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે.

વીડિયોમાં અરવિંદ કેજરીવાલ શું કહ્યું

કેજરીવાલે કહ્યું કે "સાહેબથી મારા સો વિરોધ હોય પરંતુ આ મુદ્દે હું પીએમ સાહેબને સેલ્યુટ કરુ છું, તેમણે ગજબની ઇચ્છાશક્તિ બતાવી. પાકિસ્તાન આપણને બદનામ કરી રહ્યું છે. પાકિસ્તાનનું લશ્કર કાલે બસ ભરીને દુનિયાભરના પત્રકારોને બૉર્ડર પર લઇ ગયું અને કહ્યું કે જુઓ, જ્યાં ભારત હુમલાની વાત કરી રહ્યું છે ત્યાં તો બાળકો રમી રહ્યા છે, બધુ સામાન્ય છે.

Arvind Kejriwal becomes hero of pakistani media after video release

વિદેશી પત્રકારોનું વલણ

સીએનએનની રિપોર્ટરે તે જગ્યાએ ઉભી રહીને કહ્યું કે અહીં સર્જીકલ સ્ટ્ર્રાઇક જેવું કંઇ જ નથી. બીબીસીએ પણ સમાચાર છાપ્યા કે ભારતીય દાવામાં સચ્ચાઇ નથી. કેજરીવાલે કહ્યું કે આનાથી લોહી ઉકળે છે. આ પાકિસ્તાનની આપણા દેશને આંતરરાષ્ટ્રીય સ્તર પર બદનામ કરવાની કોશિશ છે. મોદીજી, દેશનો દરેકે દરેક બાળક તમારી સાથે છે પરંતુ પાકિસ્તાનને ઉઘાડુ પાડો. જેવી રીતે જમીન પર પાકિસ્તાનને મઝા ચખાડી તેવી રીતે ફરી એક વાર તેને મઝા ચખાડો. તેના આપણને ખોટા પાડવાના પ્રચારને પણ ઉઘાડો પાડો.ત્યારે જુઓ આ વીડિયો અહીં.

Arvind Kejriwal becomes hero of pakistani media after video release
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X