કેજરીવાલનું આંદોલન પૂર્ણ, આગમી જંગ ફર્રુખાબાદમાં
કેજરીવાલે સરકાર પર આરોપ લગાવતા કહ્યું છે કે, આ ભ્રષ્ટાચારીઓને આસરો આપનારી સરકાર છે. પ્રધાનમંત્રીએ તેના પર જલદી કાર્યવાહી કરવી જોઇએ.
સલમાન ખુર્શીદના ટ્રસ્ટ પર આરોપ છે કે વિક્લાંગોની સહાયતા ઉપકરણ અપાવવા માટે એકઠા કરેલા રૂપિયામાં તેમના ટ્રસ્ટે કૌભાંડ કર્યું છે. કેજરીવાલે કાયદા મંત્રી વિરદ્ધ આરોપ લગાવવામાં આવ્યા બાદ ખુર્શીદના ટ્રસ્ટની અનિયમિતતાના સમાચારો પણ આવી રહ્યાં છે. મીડિયામા આવેલા અહેવાલો અનુસાર ટ્રસ્ટના રેકોર્ડમાં જે વિક્લાંગ લોકોને ઉપકરણ આપવાની વાત 2011માં દર્શાવવામાં આવી છે તેમાના ઘણા લોકો 2009માં મૃત્યું પામ્યા છે.
આ ઉપરાંત અલાવા ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકોએ ખુર્શીદને બચાવવા માટે બુલંદ શહેરના વિક્લાંગોની સાઇકલની એક પરેડનું આયોજન કર્યું. જે અંગે એવું કહેવામાં આવ્યું કે, આ પરેડમાં ભાગ લઇ રહેલા લોકોને 2011માં સાઇકલ આપવામાં આવી હતી, પરંતુ વિક્લાંગોનું કહેવું છે કે તેમને ગઇકાલે સાંજે સાઇકલ આપવામાં આવી. આ મામલાની તપાસ માટે અલ્હાબાદની લખનૌ હાઇકોર્ટની બેંચમાં એક યાચીકા પણ દાખલ કરવામાં આવી છે, જેમાં એવી માંગ કરવામાં આવી છે કે મામલાની તપાસ હાઇકોર્ટની દેખરેખ હેઠળ થાય.